NIFTY 10,096.40 +111.60  |  SENSEX 32,182.22 +348.23  |  USD 65.0800 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • જો અમદાવાદમાં ‘આ’ દુકાનમાંથી મીઠાઇઓ ખરીદતા હો તો થઈ જજો સાવધાન!

જો અમદાવાદમાં ‘આ’ દુકાનમાંથી મીઠાઇઓ ખરીદતા હો તો થઈ જજો સાવધાન!

 | 5:49 pm IST

અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાએ દિવાળીના તહેવારોને પગલે કાલુપુર સહિત શહેરભરના માવા ઉત્પાદકો તથા વિક્રેતા ઉપર દરોડા પાડયા હતા. શહેરના કાલુપુર સહિત વિવિધ વિસ્તારો ૨૭ માવાવાળા ઉપર દરોડા પાડયા હતા જેમાં તમામ માવા કેન્દ્રોમાંથી માવાના નમુના લઇ તપાસ અર્થે મોકલી આપ્યો હતા. મ્યુનિ.એ ચાર દિવસમાં દરોડા પાડી ૮૭ એકમોને નોટિસ આપી હતી જ્યારે ૩૯૫ કિલો બિનઆરોગ્યપ્રદ ખોરાકનો નાશ કર્યો હતો.

મ્યુનિ.ના હેલ્થ ખાતાએ કાલુપુરના અમૃતલાલ મથુરદાસ માવાવાળા, મે.હજારીલાલ શર્મા, દશરથભાઇ માવાવાળા, એસ.એસ. માવાવાળા, કે.કે. માવાવાલા, નંદકિશોર શીવલાલ માવાવાળા, કનૈયાલાલ માવાવાળા, મધુર માવા સેન્ટર, એમ.આર. બ્રધર માવાવાળાને ત્યાં દરોડા પાડી માવાના નમુના લીધાં હતા.

આ સિવાય વસ્ત્રાલના શીવ પાર્લર, ઘાટલોડિયાના વિશાલ સ્વીટ એન્ડ નમકીન, નરોડાની ન્યૂ કાર્તિક ડેરી, વસ્ત્રાલના શ્રી આંબેશ્વર ચવાણા, ઓઢવના આંબેશ્વર ચવાણા, વેજલપુરના મહેતા ક્રીમ સેન્ટર, નારણપુરા ગણેશ દુગ્ધાલય, ઉમિયા દુધ ઘર, ડી-કેબિનના ઉત્તમ સ્વીટ, થલતેજના શ્રીજી ડેરી પાર્લર, ગોતાના સૌરાષ્ટ્ર ચવાણા, નરોડાના ગોકુળ સ્વીટ, કુબેરનગરના મૌલિક પરેશકુમાર માવાવાળા, રાયપુરના મયૂર બંશીલાલ માવાવાળા, ઇસનપુરના શ્રી રામદેવ ડેરી, નિકોલની ગોકુલ ડેરી, ચાંદખેડાની અમૃત મીઠાઇ જંકશન અને કુબેરનગરના મહાલક્ષ્મી મીઠાઇ કારખાનામાં દરોડા પાડી વિવિધ પ્રકારના માવાના નમુના લીધાં હતા.