Advaniji had taken a rath yatra from Somnath to Ayodhya for Ram temple
  • Home
  • Featured
  • અડવાણીજીએ રામમંદિર માટે સોમનાથથી અયોધ્યાની કાઢી હતી રથયાત્રા, જૂઓ કેટલીક યાદગાર પળ અને દ્રશ્યો

અડવાણીજીએ રામમંદિર માટે સોમનાથથી અયોધ્યાની કાઢી હતી રથયાત્રા, જૂઓ કેટલીક યાદગાર પળ અને દ્રશ્યો

 | 3:22 pm IST

આજે વર્ષોથી દેશવાસીઓના દિલમાં અને મનમાં રહેલી ઈચ્છા, તમન્ના અને સપનું પૂરૂ થયું છે. પીએમ નરેન્દ્રમોદીના હસ્તે રામનિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ ભૂમિપૂજનની સાથે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીનો એ સંકલ્પ પૂરો થયો છે. જેના માટે તેણે ત્રણ દશક પહેલા સપ્ટેમ્બરમાં 1990માં સોમનાથ મંદિરેથી અયોધ્યાની એ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. તે સમયે અડવાણી 62 વર્ષના હતા. આજે 92 વર્ષના ચે. પરંતુ રામ મંદિરના પક્ષમાં ભાવના જગાવવામાં મોટી ભૂમિકા નિભાવી હતી. સાથે જ દેશની રાજનીતિને મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં ખુબ જ મહત્વની ભૂમિકા નિભાવી છે.

 અડવાણીજીએ સોમનાથથી રથયાત્રા શરૂ કરી હતી

રથયાત્રાના એ સમયમાં ‘બચ્ચા બચ્ચા રામકા જન્મભૂમિ કે કામ કા’ જેવા નારા લગાવવામાં આવતા હતા. 25 સપ્ટેમ્બર 1990ના દિવસે અડવાણીજીએ સોમનાથથી રથયાત્રા શરૂ કરી હતી. જે 30 ઓક્ટોબરે અયોધ્યા પહોંચવાની હતી. પરંતુ તે પહેલા જ 23 ઓક્ટોબરે અડવાણીજીની સમસ્તીપુરમાં બિહારના ત્યારના સીએમ લાલૂ પ્રસાદ યાદવના આદેશ પર ધરપકડ કરી લેવામાં આવી હતી. તો આવો જોઈએ એ રથયાત્રાના કેટલાક યાદગાર દ્રશ્યો અને પળ.

આ વીડિયો પણ જૂઓઃ  ઐતિહાસિક ભૂમિપૂજન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન