Advocates to Come Back on Work, Bar Council of India Orders
  • Home
  • Featured
  • પોલીસ અને વકીલના ઝગડામાં આખરે બાર કાઉન્સીલ આવ્યુ મેદાને, આપ્યા આકરા આદેશ

પોલીસ અને વકીલના ઝગડામાં આખરે બાર કાઉન્સીલ આવ્યુ મેદાને, આપ્યા આકરા આદેશ

 | 4:47 pm IST

દિલ્હીની તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે પાર્કિંગ જેવા મામુલી મુદ્દે થયેલા વિવાદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પોલીસને મારવાની ઘટનાઓ બાદ હવે પોલીસકર્મીઓએ હડતાળ બોલાવી છે. તો વકીલો તો પહેલાથી જ હડતાળ પર છે. બંનેમાંથી એકેય પક્ષ પીછેહટ કરવા તૈયાર નથી. જોકે આખરે બાર કાઉન્સિલે સમગ્ર મામલે દખલ દીધી છે.

બાર કાઉ્સિલ ઓફ ઈન્ડિયાએ દિલ્હીની વિવિધ કોર્ટમાં ચાલી રહેલી હડતાળ પાછી ખેંચવાનો આદેશ આપ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ(BCI) દિલ્હીનાં તમામ બાર એસોસિએશનને કામ પર પાછા ફરવા આદેશ આપ્યો છે. બાર કાઉન્સિલે તોડફોડ અને મારામારીની ઘટનામાં સંડોવાયેલા વકીલોના નામની યાદી પણ માગી છે.

બાર કાઉન્સિલે જણાવ્યું છે કે, જે કોઈ વકીલ કોઈ પણ પ્રકારની તોડફોડ કે હિંસાની ઘટનામાંસામેલ જોવા મળશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ વકીલો દ્વારા પોલીસ કર્મીને માર મારવાના વિરોધમાં મંગલવારે પોલીસ કમિશનરની કચેરીની બહાર પોલીસ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન કરી રહેલા દોષિતો સામે કાર્યવાહીની માગણી કરી છે.

દિલ્હીની તીસ હજારી કોર્ટમાંથી આ સમગ્ર માથાકૂટની શરૂઆત થઈ હતી. અહીં પાર્કિંગના મુદ્દે પોલીસ અને વકીલો વચ્ચે પહેલા સામ-સામે બોલાચાલી થઈ હતી અને ત્યાર પછી આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ગુસ્સે થયેલા વકીલોએ પોલીસ સાથે મારામારી કરી હતી અને કેટલાક સરકારી વાહનોને આગ લગાવી દીધી હતી. આ આગ ઉત્તર પ્રદેશમાં પણ લાગી હતી અને અહીં પણ પોલીસ અને વકીલો વચ્ચે મારામારીની ઘટના ઘટી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન