અફઘાનિસ્તાનમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં આઈએસના 65 આંતકીઓ ઠાર - Sandesh
  • Home
  • World
  • અફઘાનિસ્તાનમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં આઈએસના 65 આંતકીઓ ઠાર

અફઘાનિસ્તાનમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં આઈએસના 65 આંતકીઓ ઠાર

 | 6:04 pm IST

અફઘાનિસ્તાનમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના 65 આતંકીઓ ઠાર મરાયા છે. નાંગરહાર પ્રાંતમાં સરકારના પ્રવક્તાએ અતાઉલ્લાહ ખોગયાનીએ જણાવ્યું હતું કે હસકા મીના જિલ્લાના ગોરગોરે અને વંગારોમાં હવાઈ હુમલા પણ કરાયા હતાં.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે કાર્યવાહીમાં અમેરિકાનો એક સામાન્ય નાગરિક પણ મૃત્યુ પામ્યો છે અને અન્ય 13ને ઈજા થઈ છે. આઈએસે જોકે આ ઘટના અંગે કોઈ જ નિવેદન જારી કર્યું નથી. અગાઉ અમેરિકાના ડ્રોન હુમલામાં નાંગરહાર પ્રાંતમાં આઈએસના 11 આંતકીઓ મૃત્યુ પામ્યા હતાં.