afghan children caught carrying chicks in their pockets video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 3 બાળકોની માસુમિયત પર ઈન્ટરનેટ કાયલ થઈ ગયું, વીડિયો જોઈ ખુશ થવાની પાક્કી ગેરન્ટી!

3 બાળકોની માસુમિયત પર ઈન્ટરનેટ કાયલ થઈ ગયું, વીડિયો જોઈ ખુશ થવાની પાક્કી ગેરન્ટી!

 | 4:40 pm IST
  • Share

બાળપણ કેટલું નિર્દોષ અને માસુમ હોય તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ બાળકોએ જે કામ કર્યું એ લોકોને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યું છે. બન્યું એવું કે બાળકો મુરઘીના બચ્ચા લઈને જઈ રહ્યા હતા. અચાનક એક શખ્સ તેને રોકે છે અને બચ્ચા બહાર કાઢવાનું કહે છે. ખરેખર ત્યારે બાળકોનું મોઢું જોવા જેવું લાગતું હતું. ગજબની માસુમિયત બાળકોના ચહેરા પર છલકાતી હતી. આ 33 સેકન્ડનો વીડિયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. જે હવે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

યુઝરે જણાવ્યું કે તે અફઘાનિસ્તાનમાં ગણિતની શિક્ષક છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે 3 બાળકો જઈ રહ્યા હોય ત્યારે એક શખ્સ તેને રોકે છે. પછી પૂછે છે કે ખિસ્સામાં શું છે? ત્યારબાદ એક બાળક તેના મિત્ર સામે જોઈને મરઘીના બચ્ચાને ખિસ્સામાંથી બહાર કાઢે છે. બીજો બાળક પણ આ જ વસ્તુ કરે છે. પછી ત્યાંથી જતાં રહે છે. જો કે એક તરફ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે મરઘીના બચ્ચા બાળકોએ ચોરી કર્યા હતા. પણ લોકો હાલમાં આ બાળકની માસુમિયત પર કાયલ થયાં જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન