અફઘાન ક્રિકેટર રેહમાનને UAEમાં એન્ટ્રી ના મળી, સેમ કરન મુંબઇ સામેની મેચ ગુમાવશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • અફઘાન ક્રિકેટર રેહમાનને UAEમાં એન્ટ્રી ના મળી, સેમ કરન મુંબઇ સામેની મેચ ગુમાવશે

અફઘાન ક્રિકેટર રેહમાનને UAEમાં એન્ટ્રી ના મળી, સેમ કરન મુંબઇ સામેની મેચ ગુમાવશે

 | 10:00 am IST
  • Share

આઇપીએલ ટી૨૦ લીગના પાર્ટ-૨ તબક્કા માટે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે અને પ્રત્યેક ફ્રેન્ચાઇઝીના કેટલાક ખેલાડીઓ પ્રેક્ટિસમાં વ્યસ્ત બન્યા છે તો કેટલાક ક્વોરન્ટાઇનનો સમય પૂરો કરી રહ્યા છે પરંતુ તેઓ ટૂર્નામેન્ટ શરૃ થાય તે પહેલાં ટીમનો હિસ્સો બની જશે. જોકે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઇ સુપર કિંગ્સ સામે કેટલીક સમસ્યાઓ છે. હૈદરાબાદના યુવા સ્પિનર મુજિબ ઉર રેહમાનને યુએઇ સરકાર તરફથી રમવા માટેના વિશેષ વિઝા ગ્રાન્ટ થયા નથી. તે ટીમ સાથે જોડાઇ શકશે કે કેમ તે અંગે પણ હજુ અનિિૃતતા પ્રવર્તી રહી છે. જોકે અફઘાનિસ્તાનના બે ખેલાડી રાશિદ ખાન અને ઓલરાઉન્ડર મોહમ્મદ નબી ટીમ સાથે યુએઇમાં છે અને તેઓ હાલમાં છ દિવસ માટે ક્વોરન્ટાઇન થયેલા છે. રેહમાનને યુએઇના વિઝા મળે તે માટે પ્રયાસો જારી છે પરંતુ તે ટીમ સાથે ક્યારે જોડાશે તે કહી શકાય તેમ નથી. હૈદરાબાદની ટીમને તેના ઇંગ્લેન્ડના ઓપનર જોની બેરિસ્ટો વિના પાર્ટ-૨માં રમવું પડશે. હૈદરાબાદને બેરિસ્ટોના સ્થાને વેસ્ટ ઇન્ડિઝના શેન રુધરફોર્ટને ટીમમાં લીધો છે.

સેમ કરનને ક્વોરન્ટાઇનની સમસ્યા નડશે

સુકાની ધોનીના નેતૃત્વ હેઠળની ચેન્નઇ સુપર કિંગ્સ અત્યારે યુએઇમાં છે. આ ટીમે સૌથી પહેલો મુંબઇ ઇન્ડિયન્સ સામે મુકાબલો કરવાનો છે જે ૧૯મી સપ્ટેમ્બરે રમાશે. જોકે ચેન્નઇ સામે પણ આ મુકાબલા પહેલાં સમસ્યા છે. ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન યુએઇ પહોંચ્યો છે અને તે હાલમાં ક્વોરન્ટાઇનમાં છે. આ સમય તેનો ૨૦મી કે ૨૧મીએ પૂરો થાય છે. આ કારણથી તે મુંબઇ સામેનો મુકાબલા ગુમાવશે. આઇપીએલમાં મોટા ભાગના વિદેશી ખેલાડીઓ ઘણા અગાઉથી આવી ગયા છે અને તેમણે ક્વોરન્ટાઇનનો સમય પણ પૂરો કરી લીધો છે. ૨૦૨૦ની સિઝનમાં ચેન્નઇનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું પરંતુ સેમ કરને પોતાના પ્રદર્શનથી તમામને પ્રભાવિત કર્યા હતા. તેણે ૨૦૨૧ની આઇપીએલના પ્રથમ હાફમાં સાત મેચમાં બાવન રન બનાવ્યા હતા પરંતુ તેનો સ્ટ્રાઇક રેટ ૨૦૮નો રહ્યો હતો. તેણે નવ વિકેટ પણ હાંસલ કરી હતી. સેમ કરન ૨૦૧૯થી આઇપીએલમાં રમી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો