Afghan Taliban release three Indian Engineers : Report
  • Home
  • NRI
  • તાલિબાની નેતાઓના બદલામાં 3 ભારતીય એન્જિનિયર્સનો થયો સોદો, 17 મહિના બાદ થશે વતન વાપસી!

તાલિબાની નેતાઓના બદલામાં 3 ભારતીય એન્જિનિયર્સનો થયો સોદો, 17 મહિના બાદ થશે વતન વાપસી!

 | 12:11 pm IST

લગભગ 17 મહિનાથી તાલિબાનના આતંકીઓની કેદમાં ફસાયેલા ભારતીય એન્જિનિયર્સ પોતાના દેશ પાછા ફરી શકશે. ભારતના ત્રણ એન્જિનિયર 2018ની સાલથી તાલિબાનની કેદમાં છે. તેમને જેલમાંથી છોડાવા માટે તાલિબાન અને અમેરિકાની વચ્ચે ચાલેલી વાતચીતનું પરિણામ છે. ઇસ્લામાબાદમાં તાલિબાન અને અમેરિકન પ્રતિનિધિઓની વચ્ચે એક બેઠક યોજાઇ જેમાં તાલિબાનની કસ્ટડીમાં કેદ ત્રણ ભારતીય એન્જિનિયર્સને છોડવાનો મુદ્દો ઉઠ્યો.

અમેરિકાની તરફથી સુલેહ માટે વાતચીત કરનાર પ્રતિનિધિ જાલ્મે ખલીલજાદની સાથે થયેલી તાલિબાની બેઠકમાં કેદીઓની અદલાબદલી પર ચર્ચા થઇ. આ બેઠકમાં તાલિબાની નેતાઓના બદલે ત્રણ ભારતીય એન્જિનિયરોને છોડાશે.

અફઘાન તાલિબાને બંધક બનાવેલા ત્રણ ભારતીય એન્જિનિયરોના બદલામાં 11 તાલિબાની નેતાઓને છોડવાની માંગણી કરી હતી જેને પૂરી કરી દેવાઇ છે. છોડવામાં આવેલા નેતાઓમાં તાલિબાનના કેટલાંક મહત્વપૂર્ણ નેતાઓ પણ સામેલ છે.

આ યાદીમાં અફઘાન તાલિબાનના મુખ્ય નેતા શેખ અબ્દુલ રહીમ અને મૌલવી અબ્દુલ રાશિદ પણ સામેલ છે. આ બંને નેતાઓ 2011મા અમેરિકાના હસ્તક્ષેપથી પહેલાં કુનાર અને નિરમોજ પ્રાંતના ગવર્નરનું પદ સંભાળ્યું છે.

6 ઑક્ટોબર 2019ની સવારે એક અજાણી જગ્યાએ કેદીઓની અદલાબદલી થઇ. સૂત્રોનું કહેવું છે કે અફઘાન તાલિબાનના સભ્યોને અમેરિકન સેનાઓ દ્વારા બગરમ એરબેસથી આઝાદ કરાયા હતા તેનો મતલબ એ છે કે તાલિબાન અને સંયુકત રાજ્ય અમેરિકાની વચ્ચે કેદીઓના અદલા-બદલીનો સોદો કરાયો હતો. ભારતીય કેદીઓના છુટકારાની પુષ્ટિ અફઘાન તાલિબાન દ્વારા કરાય રહી છે પરંતુ અફઘાન સરકારે તેની પુષ્ટિ કરી નથી.

અફઘાનિસ્તાનના સંપર્કમાં ભારત

બીજીબાજુ ભારત સરકારે પણ ભારતીય એન્જિનિયરોને છોડવા અંગે સૂચિત કર્યા નથી. ભારત સરકારના સૂત્રોનું કહેવું છે કે તેઓ અફઘાનિસ્તાન સરકારના સંપર્કમાં છે કારણ કે કેદીઓને છોડ્યાનો રિપોર્ટ તેમના સંજ્ઞાનમાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે અમે આ રિપોર્ટ જોયો છે. આ મુદ્દા પર અફઘાનિસ્તાનના અધિકારીઓની સાથે સંપર્ક કરાઇ રહ્યો છે. જો કોઇ ગતિવિધિ આગળ વધશે તો તેની માહિતી આપીશું.

એન્જિનિયર કયારે બંધક બન્યા?

અફઘાનિસ્તાનના ઉત્તરી બાગલાન પ્રાંતમાં પાવર પ્લાન્ટ માટે કામ કરનાર સાત ભારતીય એન્જિનિયરોનું મે 2018મા અપહરણ કરી લીધું હતું. બંધકોમાંથી એક એન્જિનિયરને માર્ચમાં છોડી દેવાયો હતો. આ સોદા અંગે અફઘાનિસ્તાન સરકારને કોઇ માહિતી નથી કારણકે એમને લાગે છે કે આ સોદો ઇસ્લામાબાદમાં અમેરિકન અધિકારીઓની તરફથી જાલ્મે ખલીલજાદ અને અફઘાન તાલિબાનની બેઠકનું પરિણામ છે.

અફઘાનિસ્તાનની પુષ્ટિ બાકી

સૂત્રોનું કહેવું છે કે ખલીલજાદે તાલિબાનમાંથી ત્રણ ભારતીય એન્જિનિયરોની સાથે અમેરિકન અને એક ઓસ્ટ્રેલિયન નાગરિક સહિત કમ સે કમ પાંચ વિદેશી કેદીઓને છોડવાની માંગણી કરી હતી. તેના બદલામાં તાલિબાનના નેતાઓને છોડવાની માહિતી હતી. અફઘાન અધિકારીઓની તરફથી ભારતીય એન્જિનિયરોના છુટકારાની પુષ્ટિ હજુ બાકી છે. ભારતીય એન્જિનિયર અમેરિકન સેનાની કસ્ટડીમાં હોઇ શકે છે અને પરત મોકલવા માટે આવનારા કલાકોમાં અફઘાન અધિકારીઓને સોંપી શકે છે. હાલ તેમને છોડ્યાની કોઇ પુષ્ટિ અફઘાન અધિકારીઓ દ્વારા ડિપ્લોમેટસ ચેનલોના માધ્યમથી ભારતમાં કરવાની બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન