અફઘાનિસ્તાનનાં કપ્તાને આડકતરી રીતે જાડેજા-અશ્વિનને ગણાવી દીધા વામણાં! - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • અફઘાનિસ્તાનનાં કપ્તાને આડકતરી રીતે જાડેજા-અશ્વિનને ગણાવી દીધા વામણાં!

અફઘાનિસ્તાનનાં કપ્તાને આડકતરી રીતે જાડેજા-અશ્વિનને ગણાવી દીધા વામણાં!

 | 4:03 pm IST

અફઘાનિસ્તાનની ટીમ ભારત સામે 14 જૂનથી પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમશે. આ ઐતિહાસિક ટેસ્ટ મેચ બેંગલુરૂનાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ભારતની ટીમ ટેસ્ટમાં નંબર-1 ટીમ છે અને અફઘાનિસ્તાન કરતા વધારે અનુભવી છે. જો કે તે છતા પણ અફઘાનિસ્તાનનાં કપ્તાન અસગર સ્ટૈનિકજઇનું કહેવું છે કે તેની ટીમ પાસે ભારત કરતા સારા સ્પિનર છે. ભારત પાસે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જેવા દિગ્ગજ સ્પિનર છે જે ટેસ્ટમાં ક્રમશ: ચોથા અને પાંચમાં નંબરે છે. આ બંને બોલર ઘણા જ અનુભવી છે. તો અફઘાનિસ્તાનની ટીમ પાસે રાશિદ ખાન, મુજીબ ઉર્ર રહમાન, મોહમ્મદ નબી, રહમત શાહ અને ઝહીર ખાન જેવા યુવા અને પ્રતિભાશાળી બોલર છે.

અફઘાનિસ્તાનની ટીમે તાજેતરમાં જ બાંગ્લાદેશ સામે ટી-20 સીરીઝ 3-0થી જીતી છે. આ જીત પછી અફઘાનિસ્તાનનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. તેણે કહ્યું કે, “છેલ્લા કેટલાક વર્ષોમાં અમે ઘણું સારુ પ્રદર્શન કર્યું છે. આ ઘણું સારું છે કે અમારા દેશમાંથી ઘણા સારા સ્પિનર નીકળ્યા છે. મોટાભાગનાં અમારા ખેલાડીઓ રાશિદ અને નબીને પોતાના આદર્શ માને છે.”

તો અફઘાનિસ્તાનનાં વિકેટકીપર બેટ્સમેન અહમદ શહજાદનું કહેવું છે કે, “અમારી પાસે સ્પિન બોલરોનું સારું પેકેજ છે. અમારી પાસે ભારતનાં બેટ્સમેન્સને પરેશાન કરવાની તાકાત છે. અમે બેંગલુરૂમાં ભારતને હરાવી દઇએ તો પણ નવાઇ નહી.”