Afghanistan Changed Captain Of Their Cricket Team
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ આ દેશે ઉઠાવ્યું મોટું પગલું, બદલ્યો ટીમનો કેપ્ટન

વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ આ દેશે ઉઠાવ્યું મોટું પગલું, બદલ્યો ટીમનો કેપ્ટન

 | 6:36 pm IST

વર્લ્ડ કપ 2019માં અફઘાનિસ્તાનનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને તે એકપણ મેચ જીત્યા વગર જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયુ હતુ. વર્લ્ડ કપ પહેલા માનવામાં આવતું હતુ કે અફઘાનિસ્તાનની ટીમ અપસેટ સર્જશે. જો કે તેણે ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી ટીમોને સારી ટક્કર આપી હતી. તો હવે અફઘાનિસ્તાનનાં ક્રિકેટ બૉર્ડે ત્રણેય ફૉર્મેટ (ટેસ્ટ, વન ડે અને ટી-20)માં અફઘાનિસ્તાનનાં નવા કેપ્ટનની જાહેરાત કરી છે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ અફઘાનિસ્તાન ક્રિકેટ બૉર્ડે આ મોટો બદલાવ કર્યો છે.

કેપ્ટન અને ખેલાડીઓ વચ્ચે વિવાદની વાતો આવી હતી સામે

વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં સતત 9 મેચોમાં હારનો સમાનો કર્યા બાદ અફઘાનિસ્તાન ટીમમાં ષડયંત્રોની વાત સામે આવી હતી. આમાં ઑલરાઉન્ડર રાશિદ ખાનનાં પૂર્વ કેપ્ટન ગુલબદીન નાઇબ સાથેનાં કડવા સંબંધો પણ સામેલ છે. આનાથી રાશિદ ખાનનાં પ્રદર્શન પર પણ અસર જોવા મળી અને તેણે વિશ્વ કપમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું. રાશિદ ખાનને જ્યારે પુછવામાં આવ્યું હતુ કે શું ગુલબદીન નાઇબ સાથે તેના સંબંધો સારા છે? કેમકે રાશિદે કેપ્ટનશિપમાં બદલાવની વાત પર અસર્મથન આપ્યું હતુ. રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ વિશ્વ કપમાં અશગર અફઘાનની જગ્યાએ ગુલબદીન નાઇબને કેપ્ટન બનાવવાની વાત પર આપત્તિ દર્શાવી હતી, જે દેશનાં ક્રિકેટ બૉર્ડને સારું લાગ્યું નહોતુ.

રાશિદ ખાને કહ્યું હતુ કે, “હું કેપ્ટન કે ક્રિકેટ બૉર્ડ માટે નથી રમતો”

રાશિદે વર્લ્ડ કપ દરમિયાન કહ્યું હતુ કે, “ગુલબદીન સાથે મારા સંબંધો ખરાબ નથી. હું તેને પણ એટલો જ સહયોગ આપું છું જેવો અશગર કેપ્ટન હતો ત્યારે તેને આપતો હતો. જો હું અસગરને મેદાન પર 50 ટકા સહયોગ આપતો હતો તો ગુલબદીનને મારો 100 ટકા સહયોગ છે.” જ્યારે રાશિદને કેપ્ટનશિપમાં બદલાવ વિશે પુછવામાં આવ્યું હતુ તો તેણે કહ્યું હતુ કે, “હું ના તો ગુલબદીન માટે રમું છું કે ના તો ક્રિકેટ બૉર્ડ માટે. હું મારા ધ્વજ, અફઘાનિસ્તાન માટે રમું છું. હું મારી ભૂમિકા જાણું છું અને હું મારું કામ આગળ પણ કરતો રહીશ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન