Afghanistan Cricket Team is Better than India and SA in Terms Of Winning Test Match
  • Home
  • Sports
  • Cricket
  • આ મામલે ભારત, સાઉથ આફ્રિકાથી પણ સારો છે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો રેકોર્ડ

આ મામલે ભારત, સાઉથ આફ્રિકાથી પણ સારો છે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો રેકોર્ડ

 | 12:22 pm IST

સોમવારે અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો હતો. ટેસ્ટ નેશનનો દરજ્જો મેળવ્યા બાદ અફગાનિસ્તાનને ગઈકાલે તેના પહેલા ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરી હતી. અફઘાનિસ્તાને જીત માટે મળેલા 147 રનના લક્ષ્યને મુકાબલાના ચોથા જ દિવસે 3 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. રહમત શાહએ બન્ને ઇનિંગ્સમાં શાનદાર બેટિંગ કરી હતી અને મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

આયરલેન્ડ અને અફઘાનિસ્તાન, બન્ને ટીમોની આ બીજી ટેસ્ટ હતી. જ્યારે આ પહેલા આયરલેન્ડને પહેલા ટેસ્ટમાં પાકિસ્તાને 5 વિકેટથી હરાવ્યું હતું અને અફઘાનિસ્તાનને ભારતે ઈનિંગ્સ અને 262 રનોના મોટા અંતરેથી માત આપી હતી. જોકે અફઘાનિસ્તાને આયરલેન્ડને હરાવી તેની બીજી ટેસ્ટ સોમવારે જીતી હતી.


જો મેચની સંખ્યાના હિસાબે અફઘાન ટીમ સૌથી ઝડપી તેની પહેલી ટેસ્ટ જીતવા વાળી સંયુક્ત રીતે બીજી ટીમ બની છે. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે પણ તેમના બીજા ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ તેની પહેલી જ ટેસ્ટ મેચ જીતી હતી.

પાકિસ્તાન: 2 ટેસ્ટ/10 દિવસ
ઈંગ્લેન્ડ: 2 ટેસ્ટ/20 દિવસ
અફઘાનિસ્તાન: 2 ટેસ્ટ/277 દિવસ
વેસ્ટ ઈન્ડિઝ: 6 ટેસ્ટ/613 દિવસ
ઝિમ્બાબ્વે: 11 ટેસ્ટ/839 દિવસ
સાઉથ આફ્રિકા: 12 ટેસ્ટ/6141 દિવસ
શ્રીલંકા: 14 ટેસ્ટ/1302 દિવસ
ભારત: 25 ટેસ્ટ/7169 દિવસ
બાંગ્લાદેશ: 35 ટેસ્ટ/1522 દિવસ
ન્યુઝીલેન્ડ: 45 ટેસ્ટ/ 9559 દિવસ

(ટેસ્ટ=જીત હાંસલ કરી તે, દિવસ=પહેલા ટેસ્ટ રમ્યા બાદ )

ઉપરાંત સોમવારે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં જીત બાદ અફઘાનિસ્તાન દુનિયાની એકમાત્ર એવી ટીમ બની ગઈ છે જેની દરેક ફોર્મેટમાં જીત સરેરાશ 50 ટકા અથવા તેનાથી વધુ છે.

અફઘાનિસ્તાનનો દરેક ફોર્મેટમાં રેકોર્ડ:

ટેસ્ટ: 2, જીત-1, હાર-1, એવરેજ 50%
વન ડે: 111, જીત-57, હાર-54, એવરેજ 51.35%
ટી20: 71, જીત-49, હાર-22, એવરેજ 69.01%

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન