Afghanistan cricketer Rashid Khan dedicates his award to Retiring Nabi
  • Home
  • Sports
  • Cricket
  • અફઘાન ખેલાડી રાશિદ ખાને મોહમ્મદ નબીને આપી એવી વિદાય કે જીતી લીધા ફેન્સના દિલ

અફઘાન ખેલાડી રાશિદ ખાને મોહમ્મદ નબીને આપી એવી વિદાય કે જીતી લીધા ફેન્સના દિલ

 | 1:01 pm IST

અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સોમવારે ચટગાંવ ખાતે ટેસ્ટ મેચ રમાઈ હતી. જેને અફઘાનિસ્તાને 224 રનથી પોતાના નામે કરી છે. આ મેચમાં કેપ્ટન રાશિદ ખાને શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

જોકે આ મેચ બાદ યુવા ખેલાડી રાશિદ ખાને એક એવું કામ કર્યું જેના કારણે તેને દરેક ક્રિકેટ ફેનનું દિલ જીતી લીધું. અફઘાનિસ્તાને આ ટેસ્ટ મેચ જીતીને અનુભવી ખેલાડી મોહમ્મદ નબીને યાદગાર વિદાય આપી. આપને જણાવી દઈએ કે આ મેચ સાથે જ નબીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું છે. મેચમાં શાનદાર પ્રદર્શનના કારણે લેગ સ્પિનર રાશિદ ખાનને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પરંતુ રાશિદે આ એવોર્ડ મોહમ્મદ નબીને સમર્પિત કર્યો.

આ ઘટના બાદ ક્રિકેટ ફેન્સ સોશિયલ મીડિયા પર રાશિદ ખાનના ખૂબ વખાણ કરી રહ્યા છે. ઉપરાંત કેટલાક ક્રિકેટ દિગ્ગજો પણ રાશિદ ખાનના આ વલણથી પ્રભાવિત થયા છે. પ્રદર્શનની વાત કરીએ તો રાશિદ ખાને ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 51 જ્યારે બીજી ઇનિંગમાં 24 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં પહેલી ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપ્યા હતા.

મેચમાં અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરી 342 રનનો ટાર્ગેટ બાંગ્લાદેશની ટીમને આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 205 રનમાં ઓલઆઉટ થઈ હતી. બીજી ઇનિંગમાં અફઘાનિસ્તાને 260 રન બનાવી બાંગ્લાદેશને 398 રનનો ટાર્ગેટ આપ્યો. પરંતુ બાંગ્લાદેશની ટીમ 173 રનમાં ઓલઆઉટ થઈ હતી.

આ વીડિયો પણ  જુઓ: જૂનાગઢમાં માણાવદરના માટીયા ગામે પાણી ફરી વળ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન