Afghanistan Culture women challenged the Taliban by posting pictures
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ક્રૂર તાલિબાનને આ મહિલાઓએ પોતાની તસવીરો પોસ્ટ કરી સીધો પડકાર ફેંક્યો

ક્રૂર તાલિબાનને આ મહિલાઓએ પોતાની તસવીરો પોસ્ટ કરી સીધો પડકાર ફેંક્યો

 | 2:37 pm IST
  • Share

તાલિબાને અફઘાનિસ્તાનમાં સરકાર બનાવી લીધી છે અને પોતાના ગત શાસનકાળની માફક જ વધુ એક વખત મહિલાઓની આઝાદી પર પાબંધી લગાવવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ સોશિયલ મીડિયાની શક્તિને સમજતા અફઘાનિસ્તાનની મહિલાઓ આ વખતે હાર માનવા તૈયાર નથી અને ઘણી અફઘાન મહિલાઓ ઓનલાઇન કેમ્પેઇન ચલાવી ક્રૂર તાલિબાનોને પડકાર ફેંકી રહી છે.

તાલિબાનના ઇસ્લામી ડ્રેસ કોડ વિરૂદ્ધ મહિલા ડૉક્ટર બહાર જલાલીએ એક કેમ્પેઇનની શરૂઆત કરી છે. અફઘાનિસ્તાનની અમેરિકન યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર અને આ દેશના પ્રથમ જેન્ડર સ્ટડી પ્રોગ્રામની શરૂઆત કરનાર ડૉક્ટર બહાર જલાલીએ કલરફુલ અફઘાન પારંપારિક પરિધાનમાં તસવીર પોસ્ટ કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં કહ્યું કે, આ અફઘાનિસ્તાનની અસલી સંસ્કૃતિ છે.

જલાલીએ કહ્યું કે, તેઓએ પોતાનું એ કેમ્પેઇન લોકોને જાણકારી આપવા, તેઓને એકજુટ કરવા અને તાલિબાન દ્વારા ફેલાવામાં આવી રહેલ ખોટી જાણકારી વિરૂદ્ધ શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનના ઇતિહાસમાં કોઇ પણ મહિલા એવા કપડા નથી પહેરતી જેવા તાલિબાન ઇચ્છે છે. આ અફઘાન સંસ્કૃતિ નથી. આ કોઇ પણ પ્રકારે અફઘાન સંસ્કૃતિ ન હોઇ શકે.

તેમણે વધુમાં લખ્યું કે, મેં અફઘાનિસ્તાનની પારંપરિક ડ્રેસમાં તસવીર પોસ્ટ કરી છે. જેથી આપણે તાલિબાન દ્વારા ફેલાવામાં આવતી ખોટી જાણકારીને રોકી શકીએ. તેમનું આ કેમ્પેઇન સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે અને અફઘાનિસ્તાનની ઘણી મહિલાઓએ રંગબેરંગી વસ્ત્રોમાં પોતાની તસવીરો પોસ્ટ કરી છે.

તહમીના અજીજ નામની મહિલાએ કહ્યું કે, હું મારી અફઘાન પોશાકને ગર્વથી પહેરું છું. આ ખુબ જ સુંદર છે. અફઘાનિસ્તાનની મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે આભાર જલાલી જી.

નોંધનિય છે કે, મહિલાઓની સુરક્ષા અને આઝાદીને લઇ તાલિબાનનું આ વલણ પાખંડથી ભરેલું છે. સરકાર બનાવ્યા બાદ તાલિબાને કહ્યું કે, યુવક અને યુવતીઓ યૂનિવર્સિટી અને શાળાઓમાં સાથે ભણી શકે છે. જેના પછી કોલેજમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ વચ્ચે ક્લાસરૂમમાં પરદાની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ હતી. જોકે આ તસવીરોના આવ્યાના થોડા દિવસો બાદ ઉચ્ચ શિક્ષા મંત્રી અબ્દુલ હક્કાનીએ જાહેરાત કરી કે, દેશમાં યુવક-યુવતીઓને સાથે અભ્યાસ કરવાની અનુમતિ આપી શકાય નહીં. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનની યુનિવર્સિટી અને કોલેજોને ઝેન્ડરના આધારે અલગ કરી દેવામાં આવશે અને આ શિક્ષણ સંસ્થાનોમાં નવા ઇસ્લામી ડ્રેસ કોડની શરૂઆત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન