Afghanistan Makes History, Won Test Match First Time at Dehradun
  • Home
  • Sports
  • Cricket
  • અફગાનિસ્તાને રચ્યો ઇતિહાસ, આયરલેન્ડ સામે મેળવી ઐતિહાસિક જીત

અફગાનિસ્તાને રચ્યો ઇતિહાસ, આયરલેન્ડ સામે મેળવી ઐતિહાસિક જીત

 | 5:04 pm IST

સોમવારે અફગાનિસ્તાનની ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. રહમત શાહના 76 અને અહેસાન ઉલ્લાહ જનતના નોટઆઉટ 65 રનોની ઈનિંગ્સના કારણે અફગાનિસ્તાનની ટીમે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયરલેન્ડને 7 વિકેટ હરાવી ટેસ્ટ ક્રિકેટમાં પહેલી જીત નોંધાવી છે. બન્ને ટીમો વચ્ચે ટેસ્ટ સીરિઝમાં એક જ મેચ રમાવાની હતી જે અફગાન ટીમે પોતાના નામે કરી છે.

અફગાનિસ્તાને જીત માટે મળેલા 147 રનોના લક્ષ્યને મેચના ચોથા જ દિવસે પૂરો કર્યો. રહમત શાહને બન્ને ઈનિંગ્સમાં શાનદાર બેટિંગ માટે મેન ઓફ દ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા સોમવારે અફગાનની ટીમે મેચના ત્રીજા દિવસના સ્કોર એક વિકેટ પર 29 રનોથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. શાહે દમદાર બેટિંગ કરી અને અહેસાનની સાથે મળીને બીજા વિકેટ માટે 139 રન એકત્ર કર્યા. જેમ્સ કેમરન-ડજઉએ શાહની વિકેટ લીધી હતી ત્યારે અફગાનિસ્તાનનો સ્કોર 144 રને પહોંચી ગયો હતો.

જ્યારે અફગાનિસ્તાનની ત્રીજી વિકેટ મોહમ્મદ નબીના રૂપે પડી જે એક રન બનાવી આઉટ થયો હતો. આયરલેન્ડ માટે ડોઉ સિવાય એન્ડી મેકબ્રાયને એક વિકેટ લીધી હતી. બન્ને ટીમોની આ અત્યાર સુધી બીજી ટેસ્ટ મેચ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન