PM મોદીએ સાંભળી અફઘાનિસ્તાની સાંસદની પોકાર, બનાવી આપશે બે શાળાઓ - Sandesh
  • Home
  • India
  • PM મોદીએ સાંભળી અફઘાનિસ્તાની સાંસદની પોકાર, બનાવી આપશે બે શાળાઓ

PM મોદીએ સાંભળી અફઘાનિસ્તાની સાંસદની પોકાર, બનાવી આપશે બે શાળાઓ

 | 10:55 pm IST

અફઘાનિસ્તાનની એક સાંસદે પીએમ મોદીને અપીલ કરી હતી કે ભારત સરકાર અફઘાનિસ્તાનના હેરાતમાં છોકરીઓ માટે 2 સ્કૂલ બનાવે. મોદી સરકારે તેમની ઇચ્છા પૂર કરી છે. ત્યાંની સાંસદ નાહિદ ફરીદ અને અફઘાનિસ્તાનમાં ભારતના કાઉન્સિલ જનરલ કુમાર ગૌરવે 2 હાઇ સ્કૂલનો પાયો નાખ્યો છે. સ્કૂલના નિર્માણનું કામ 8 મહિનામાં પૂરું થઇ જશે. સાંસદ નાહિદ ફરીદે ડિસેમ્બર 2017માં પીએમ મોદીને આ અપીલ કરી હતી. નાહિદ અફઘાનિસ્તાનની સૌથી યુવા સાંસદ છે. તેમની ઉંમર માત્ર 27 વર્ષ છ

જી મીડિયાની સયોગી ચેનલ વીઓન સાથે વાત કરતા નાહિદ ફરીદે કહ્યું છે કે પીએમ મોદીની સાથે જ્યારે તેમની મુલાકાત થઇ હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે હેરાતમાં અભ્યાસ કરવા માટે 60 ટકા વિદ્યાર્થીઓ તંબુમાં શિક્ષણ મેળવવા મજબૂર છે. તેના પર પીએમ મોદીએ કહ્યું કે ભારત તમારી કેવી રીતે મદદ કરી શકે છે. ત્યારે તેમણે કહ્યું કે હેરાતમાં છોકરીઓ માટે 2 સ્કૂલનું નિર્માણ કરાવી આપો. જણાવી દઇએ કે, હેરાતની સ્કૂલની છાત્રાઓને પીએમ મોદીના અફઘાનિસ્તાન પ્રવાસ દરમિયાન ભારતના રાષ્ટ્રીય ગીત પર હિન્દીમાં પ્રરફોર્મ કર્યું હતું.

આ પ્રોજેકટનો ખર્ચ 4.5 લાખ ડોલર છે. ભારત તેમાં 3.15 લાખ ડોલરનો સહયોગ કરી રહ્યું છે. બાકી 30 ટકા ખર્ચ ફરીદ ફાઉન્ડેશન કરી રહ્યું છે. PMO તરફથી પરવાનગી મળવા પર અફઘાનિસ્તાનમાં ભારતીય એમ્બેસડર વિનય કુમારે તાત્કાલીક કામ શરૂ કરી દીધું છે. સ્કૂલના નિર્માણ કાર્યક્રમમાં અફઘાનિસ્તાનના ડેપ્યૂટી એજ્યુકેશન મિનિસ્ટર સરદાર મોહમ્મદ રોહિમી હાજર રહ્યાં હતા.

આ બંને સ્કૂલોનું નિર્માણથી લગભગ 10 હજાર છાત્રાઓને ફાયદો થસે. બાબા જંગી હાઇ સ્કૂલ હેરાતની સૌથી મોટી સ્કૂલ હશે. જેમાં 24 ક્લાસ રૂમ હશે. ત્યારે અમાની હાઇ સ્કૂલમાં 12 ક્લાસ રૂમ હશે. હેરાતમાં જ પીએમ મોદીએ સલમા ડેમનું ઉદ્ધાટન કર્યું હતું. આ ડેમ ભારત અને અફઘાનિસ્તાનની મિત્રતાનું ઉદાહરણ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.