afghanistan navratri celebration kabul asamai mandir hindu sikh kirtan jagrata taliban rule
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અફઘાનિસ્તાનઃ હરે રામા, હરે કૃષ્ણાનો નાદ ગૂંજયો, મંદિરમાં ખાસ રીતે ઉજવાઈ નવરાત્રિ

અફઘાનિસ્તાનઃ હરે રામા, હરે કૃષ્ણાનો નાદ ગૂંજયો, મંદિરમાં ખાસ રીતે ઉજવાઈ નવરાત્રિ

 | 3:24 pm IST
  • Share

  • અફઘાનિસ્તાનના કાબૂલમાં નવરાત્રીની ઉજવણી
  • કાબુલમાં સ્થિત અસમાઈ મંદિરમાં ભજન અને જાગરણનું આયોજન
  • અફઘાનમાં રહેનારા હિંદુઓની સાથે શીખ લોકો હાજર રહ્યા

અફઘાનિસ્તાનમાં હાલમાં તાલિબાનનું રાજ ચાલી રહ્યું છે. પહેલા અહીં તાલિબાનનો ડર જોવા મળતો હતો. તેનુ હાલનું ઉદાહરણ જોઈએ તો કાબુલમાં જોવા મળી રહ્યું છે. અહીં હિંદુ સમુદાયના લોકોએ નવરાત્રિના અવસરે કીર્તન અને જગરાતા કર્યા.

મંગળવારે યોજાયો હતો કાર્યક્રમ

મંગળવારે હિંદુઓને કાબુલમાં સ્થિત અસમાઈ મંદિરમાં ભજન અને જાગરણ કર્યા છે. કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે તેને અસમાઈ મંદિરનું જ ગણાવાયું છે.

આ રીતે કરાયું હતું આયોજન

મળતી માહિતી અનુસાર કાબુલ સ્થિત અસમાઈ મંદિરમાં તેઓએ ભજન કીર્તન અને જાગરણની સાથે ભંડારાનું આયોજન પણ કર્યું હતું. તેમાં જરૂરિયાતવાળા લોકોને ભોજન કરાવાયું હતું. કાર્યક્રમમાં લગભગ 150 લોકો જોડાયેલા હતા જેમાં અફઘાનમાં રહેનારા હિંદુઓની સાથે શીખ લોકો પણ સામેલ હતા. આ હિંદુ અને શીખ લોકોએ ભારત સરકારને જલ્દી અફઘાનિસ્તાનથી નીકળવાની અપીલ કરી હતી. આ લોકોનું કહેવું છે કે હાલમાં અફઘાનની આર્થિક સ્થિતિ સારી નથી અને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો