Afghanistan Snubs Pakistan Comment On Kashmir
  • Home
  • Featured
  • અમેરિકા, ચીન, રશિયા બાદ હવે આ દેશે કાશ્મીર મુદ્દે ભારતને આપ્યું ખુલ્લુ સમર્થન

અમેરિકા, ચીન, રશિયા બાદ હવે આ દેશે કાશ્મીર મુદ્દે ભારતને આપ્યું ખુલ્લુ સમર્થન

 | 9:36 pm IST

અફઘાનિસ્તાનના અમેરિકા ખાતેના રાજદૂત રોયા રહમાનીએ કાશ્મીર સમસ્યાને અફઘાનિસ્તાન શાંતિ પ્રક્રિયા સાથે સાંકળવા પાકિસ્તાન દ્વારા થઈ રહેલા પ્રયાસ સંબંધમાં ટિપ્પણી આપતાં જણાવ્યું છે કે, ‘કાશ્મીર સમસ્યાને અફઘાનિસ્તાનમાં અમેરિકાના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી શાંતિ પ્રક્રિયા સાથે સાંકળવાના પાકિસ્તાનના પ્રયાસ અનિચ્છનીય અને બિનજવાબદાર વલણ છતું કરે છે. આમ કરીને પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં હિંસાનો દોર લંબાવનાનો ઇરાદો છતો કરે છે.’

આ પહેલાં અમેરિકા ખાતેના પાકિસ્તાની રાજદૂત અસદ મજીદખાને ગયા સપ્તાહે ન્યૂયોર્ક ટાઇમ્સને જણાવ્યું હતું કે ભારત-પાક વચ્ચે વધેલી તંગદીલીની સંજોગોમાં પાકિસ્તાન પોતાની પશ્ચિમ સરહદે તૈનાતને ખસેડીને પુર્વ સરહદે તૈનાત કરી શકે છે. પાકિસ્તાની રાજદૂતે એમ પણ જણાવ્યું હતું કે પાકિસ્તાન આવું પગલું લે તો અમેરિકા અને તાલિબાનો વચ્ચે ચાલી રહેલી શાંતિ પ્રક્રિયા વધુ જટિલ બની શકે છે.

ભારતે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જોે આપતી કલમ 370ને નિષ્પ્રભાવી કરતાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલી તંગદિલી વચ્ચે પાકિસ્તાનના અમેરિકા ખાતેના રાજદૂતે ઉપરોક્ત નિવેદન આપ્યું હતું. પાકિસ્તાને કલમ 370 નાબૂદ થવાના ઘટનાક્રમના અનુસંધાનમાં ભારતીય રાજદૂતની પણ પાકિસ્તાનમાંથી હકાલપટ્ટી કરી હતી.

હવે અમેરિકા ખાતેના અફઘાન રાજદૂતે પાકિસ્તાનના રાજદૂત દ્વારા આપવામાં આવેલા નિવેદન સામે સવાલ ઉઠાવ્યા છે. કાશ્મીરમાં વધી રહેલી તંગદિલી અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી શાંતિ પ્રક્રિયાને વિપરીતપણે પ્રભાવિત કરી શકે છે તે મુજબના પાકિસ્તાની રાજદૂતના નિવેદનને હવે અફઘાન રાજદૂતે પડકાર્યું છે.

અમેરિકા ખાતેના અફઘાન રાજદૂત રહમાનીએ જણાવ્યું હતું કે,’ કાશ્મીર તે પાકિસ્તાન અને ભારત વચ્ચેનો દ્વિપક્ષીય પ્રશ્ન છે. મારો દેશ માને છે કે કાશ્મીર પ્રશ્નને અફઘાન શાંતિ મંત્રણા સાથે સાંકળીને પાકિસ્તાન ઇરાદાપૂર્વક અફઘાનિસ્તાનમાં હિંસક ઘટનાઓના દોરને લંબાવવા માંગે છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન