Afghans ‘selling off babies’ as child marriage booms
  • Home
  • Featured
  • અફઘાનીઓની દાસ્તાન સાંભળી રૂંવાડા અદ્ધર થઇ જશે, દીકરીઓને…

અફઘાનીઓની દાસ્તાન સાંભળી રૂંવાડા અદ્ધર થઇ જશે, દીકરીઓને…

 | 1:33 pm IST
  • Share

  • અફઘાનિસ્તાનના ગરીબ લોકો માટે ભૂખમરાની સ્થિતિ

  • આ દેશમાં બાળ લગ્નમાં જબરદસ્ત વધારો થયો છે

  • છોકરીઓને અફઘાનિસ્તાનમાં 500 થી 2000 ડોલરમાં વેચવામાં આવી રહી છે

અફઘાનિસ્તાનમાં સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. તાલિબાન શાસન અને બગડતી અર્થવ્યવસ્થાને કારણે અફઘાનિસ્તાનના ગરીબ લોકો માટે ભૂખમરાની એવી સ્થિતિ સર્જાઈ છે કે આ દેશમાં બાળ લગ્નમાં જબરદસ્ત વધારો થયો છે. તાલિબાને આ વર્ષે 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો હતો અને તાલિબાનની સત્તાના 100 દિવસ પૂરા થયા બાદ પણ સ્થિતિ ક્યાંયથી સુધરતી દેખાતી નથી.

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનના 100 દિવસ પૂરા થયા બાદ પણ સ્થિતિ ક્યાંયથી સુધરતી જણાતી નથી. તાલિબાન શાસન અને નબળી અર્થવ્યવસ્થાના કારણે અફઘાનિસ્તાનના ગરીબ લોકો ભૂખમરોનો સામનો કરી રહ્યા છે. હાલત એ છે કે પરિવારનું ભરણપોષણ કરવા માટે ઘણા લોકો પોતાની દીકરીઓને લગ્ન માટે વેચવા મજબૂર બન્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાનમાં આગામી દિવસોમાં બાળ લગ્નો વધશે.

ભૂખની આગળ લાચાર


ન્યૂઝ એજન્સી રોયટર્સ સાથેની વાતચીતમાં અફઘાન મજૂર ફઝલે કહ્યું કે મારે મારી 13 વર્ષની અને 15 વર્ષની છોકરીઓને વેચવી પડી છે. તેની સાથે લગ્ન કરનારા યુવકોની ઉંમર બમણી છે. આ માટે અમને 3 હજાર ડોલરનું પેમેન્ટ મળ્યું છે. જો ભવિષ્યમાં આ પૈસા પૂરા થઈ જશે તો મારે મારી 7 વર્ષની છોકરીને પણ વેચવી પડશે. મને એ વાતનો ખૂબ જ અફસોસ છે પણ જો હું આવું નહીં કરું તો મારો આખો પરિવાર ભૂખે મરી જશે.

તો અફઘાનિસ્તાનની વિમેન રાઇટ્સ કેમ્પેનર અને વુમન એન્ડ પીસ સ્ટડીઝ ઓર્ગેનાઈઝેશનની સંસ્થાપક વજમા ફ્રૉ એ કહ્યું કે આ લગ્ન નથી પરંતુ બાળ બળાત્કાર છે. તેમણે કહ્યું કે તે દરરોજ આવા કેસ સાંભળી રહી છે જેમાં 10 વર્ષની છોકરીઓના લગ્નના કિસ્સા સામે આવે છે. યુનિસેફે તો ત્યાં સુધી કહ્યું છે કે લોકો તેમની 20-20 દિવસની છોકરીઓના લગ્નનો સોદો નક્કી કરે છે જેથી તેમને આ બહાને આર્થિક મદદ મળી શકે.

‘બાળકીઓની સાથે થાય છે ગુલામ કે નોકર જેવું વર્તન’


આ છોકરીઓને અફઘાનિસ્તાનમાં 500 થી 2000 ડોલરમાં વેચવામાં આવી રહી છે. લોકો તેમનું દેવું ચૂકવવા માટે તેમને પણ વેચી રહ્યા છે. વજમાના જણાવ્યા મુજબ એક વ્યક્તિએ તેની 9 વર્ષની પુત્રીને તેના મકાનમાલિકને વેચી દીધી હતી કારણ કે તે ભાડું ચૂકવવામાં અસમર્થ હતો. અન્ય એક કિસ્સામાં એક વ્યક્તિએ તેના પાંચ બાળકોને મસ્જિદમાં છોડી દીધા હતા કારણ કે તે તેમની સંભાળ રાખવામાં અસમર્થ હતા. આમાંથી ત્રણ છોકરીઓ જે 13 વર્ષથી ઓછી ઉંમરની હતી તે જ દિવસે વેચી દેવામાં આવી હતી. આ ખૂબ જ દર્દનાક વાર્તાઓ છે. આ છોકરીઓ સાથે ઘણીવાર નોકર કે ગુલામ જેવું વર્તન કરવામાં આવે છે.

અફઘાનિસ્તાનની 97 ટકા વસતી અત્યંત ગરીબ હોઈ શકે છે

કટ્ટરપંથી જૂથ તાલિબાનના અચાનક પાછા ફરવાથી વિદેશમાં અફઘાન સંપત્તિમાં અબજો ડોલર ફસાઈ ગયા છે અને મોટાભાગની આંતરરાષ્ટ્રીય સહાય અટકાવી દીધી છે. ખાદ્યપદાર્થોની કિંમતો આસમાને છે અને લાખો લોકો બેરોજગાર અથવા પગાર વગરના છે.

યુએન એજન્સીઓનું કહેવું છે કે ખરાબ અર્થવ્યવસ્થા અને દુષ્કાળના કારણે અફઘાનિસ્તાન આવનારા દિવસોમાં વિશ્વના સૌથી ખરાબ માનવીય સંકટનો સામનો કરતું જોવા મળશે અને 2022ના મધ્ય સુધીમાં આ દેશની 97 ટકા વસ્તી ગરીબી રેખા નીચે જઈ શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો