આફ્રિકાને મળ્યો 275 રનનો ટાર્ગેટ, મીડલ ઓર્ડરનું રહ્યું ફ્લોપ પ્રદર્શન - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • આફ્રિકાને મળ્યો 275 રનનો ટાર્ગેટ, મીડલ ઓર્ડરનું રહ્યું ફ્લોપ પ્રદર્શન

આફ્રિકાને મળ્યો 275 રનનો ટાર્ગેટ, મીડલ ઓર્ડરનું રહ્યું ફ્લોપ પ્રદર્શન

 | 8:40 pm IST

ભારતે પાંચમી વનડેમાં સાત વિકેટ ગુમાવીને 274 રન બનાવ્યા છે. આમ ટીમ ઈન્ડિયાએ આફ્રિકાને 275 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી સૌથી વધારે રન રોહિત શર્માએ (115) ફટકાર્યા હતા. રોહિતે પોતાની 17મી સદી ફટકારી છે. તે ઉપરાંત શિખરે શાનદાર બેટિંગ કરતાં 23 બોલમાં 34 રન ફટકાર્યા હતા.

જે રીતની પરિસ્થિતિ ચોથી વનડેમાં ઉભી થઈ હતી તેવી જ પરિસ્થિતિ પાંચમી વનેડમાં સર્જાઈ હતી. આમ સિરીઝ જીતવાની આશા હવે એકમાત્ર બોલરો પર જોવાઈ રહી છે. આફ્રિકા તરફથી લૂંગી નગિડીએ સૌથી વધારે 04 વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાના મીડલ ઓર્ડરને વેરવિખેર કરી નાંખ્યો હતો.

જ્યારે વિરાટે 36 રન ફટકાર્યા હતા. આમ ઓપનરોએ સારો દેખાવ કર્યો હતો. પરંતુ મીડલ ઓર્ડર પાણીમાં બેસી ગયું હતું. રોહિત શર્માએ સદી ભલે મારી હોય પરંતુ રન લેવાની ગેરસમજના ઉભી કરીને ટીમ ઈન્ડિયાની બે વિકેટોને પણ પેવેલિયન મોકલી હતી. એક સમય એવો હતો કે, ટીમ ઈન્ડિયાનો સ્કોર 300 રનને પાર થશે પરંતુ પાછળથી બેટ્સમેનો પાણીમાં બેસી ગયા હતા.