આફ્રિકન હાથી લોક્સોડોંટા - Sandesh
NIFTY 10,985.65 -33.25  |  SENSEX 36,489.79 +-51.84  |  USD 68.6300 +0.11
1.6M
1M
1.7M
APPS

આફ્રિકન હાથી લોક્સોડોંટા

 | 4:03 am IST

અત્યારે વિશ્વમાં સૌથી વધારે લાગણીશીલ પ્રાણી હાથીને માનવામાં આવે છે. તેનું મોટંુ શરીર તેને આકર્ષક બનાવે છે. આફ્રિકન હાથીનું મગજ બીજા પ્રાણીઓ કરતાં મોટું છે અને તેની ખોપરી  અસાધારણ રૂપે મોટી છે, જે ભારે દાંત અને જડબાને ટેકો આપવા માટે વિકસીત થઇ છે. હાથીના શરીરનો ૨૫ ટકા ભાગ તેની ખોપડીનો છે. માદા હાથી અને નર હાથી બન્નેને દાંત હોય છે. જેની લંબાઇ ૬.૫ ફિટની હોય છે. આ હાથીનું વજન ૬૦૪૮ કિલોગ્રામ હોય છે અને તે ૧૪ ફુટ લાંબા હોય છે. આ પ્રાણી શાકાહારી છે તેમજ તેઓ દિવસ દરમિયાન ૧૬૦ કિલોગ્રામથી વધુ ખોરાક લે છે અને દિવસનો મોટાભાગનો સમય એટલે કે ૧૮ ક્લાક તેઓ ખોરાકની શોધમાં કાઢે છે. તેમજ તેઓ ઘાસ, છોડ, છાલ જેવો જ ખોરાક ખાય છે. તેમજ એક જ સમયે ૨ હજાર લીટર પાણી પી જવા માટે તે જાણીતા છે. આ હાથીની જોવાની શક્તિ ઓછી છે પણ તેમની સુંઘવાની અને સાંભળવાની શક્તિ ખૂબ જ સારી છે.

આફ્રિકન હાથી લોક્સોડોંટા પ્રજાતિના હાથી છે. અને આ પ્રજાતિ ફક્ત આફ્રિકામાં જ જોવા મળે છે.

આફ્રિકન હાથીના પહેલાનાં આનુવંશિક પુરાવાઓ જોતાં  લાગે છે કે તેની ઓછામાં ઓછી બે પ્રજાતિ હોઇ શકે છે. સવાના હાથી અને જંગલી હાથી. જંગલી હાથીએ તેમની સૂંઢ, કદ, નાના કાનથી સવાનાના હાથી કરતાં જુદા તરી આવે છે. જોકે, ઘણા સંરક્ષણવાદીઓ માને છે કે આ તફાવતને ઠીક કરવા માટે આટલા પુરાવા પૂરતા નથી.

આફ્રિકન હાથી એશિયન હાથી કરતા કદાવર હોય છે .આફ્રિકન હાથીનો તેના પૂરા જીવન દરમિયાન વિકાસ થતો રહે છે. જ્યારે તેઓ પરિપક્વ થઇ જાય છે ત્યારે તેમની વિકાસનો દર  ધીરેધીરે ઘટી જાય છે. તેના કદાવર શરીરનો આધાર તેના મજબૂત જાડા ભારે અને ભરાવદાર પગ પર છે. આફ્રિકન હાથીને આગળના પગમાં ચાર અંગૂઠા હોય છે અને પાછળના પગમાં ત્રણ અંગૂઠા હોય છે. જ્યારે એશિયન હાથીને આગળના પગમાં પાંચ અને પાછળના પગમાં ચાર અંગૂઠા હોય છે. તેના અંગૂઠા પહોળા અને ચરબીયુક્ત હોય છે કે જે તેના ભરાવદાર શરીરને આગળ લઇ જવા માટે સક્રિય કરે છે.

આફ્રિકન હાથીની ચામડી જાડી અને સામાન્ય રીતે કાળા અને ભૂરા રંગની હોય છે. અને છાતીના ભાગમાં છુટા છવાયા કાળા અને બરછટ વાળ હોય છે. તેની ચામડી કરચલી વાળી હોય છે જે તેમના શરીરને ઠંડું રાખે છે. કારણ કે ત્વચાની સપાટી પર કરચલીથી ચામડી પર ભેજ જાળવવા માટે હોય છે.

આ પ્રજાતિની માદાઓ ખૂબ જ સારી માતાઓ હોય છે. તે તેમના બચ્ચાઓનું જીવના જોખમે રક્ષણ કરે છે અને તેમજ તેમના બચ્ચાંઓને જ્યાં સુધી તેઓ મોટા ન થઇ જાય ત્યાં સુધી તેમને સાથે રાખે છે અને તેમજ આફ્રિકાના બીજા પ્રાણીઓથી બચીને રહેતાં  શીખવાડે છે. મોટાભાગના જંગલી પ્રાણીઓ હાથીનો શિકાર કરતા નથી. સિંહ અને જરખ જેવા પ્રાણીઓ જ તેમનો શિકાર કરે છે જ્યારે તે બીમાર હોય અથવા નબળા પડી ગયા હોય.