African Philippines labours are Replacing Indian In The Gulf Countries
  • Home
  • Business
  • અખાતી દેશોમાં ભારતના લોકોની નોકરી પર ખતરો બની રહ્યા છે આફ્રિકા અને ફિલીપાઇન્સના મજૂરો

અખાતી દેશોમાં ભારતના લોકોની નોકરી પર ખતરો બની રહ્યા છે આફ્રિકા અને ફિલીપાઇન્સના મજૂરો

 | 8:58 pm IST

અખાતી દેશોમાં આફ્રિકી પ્રતિસ્પ્રર્ધીઓના કારણે ભારતીય મજૂરોની નોકરીયો ખતરામાં મુકાઇ રહી છે. ભારત સરકારના સંરક્ષણવાદી ઉપાયને કારણે પણ અખાતી દેશોમાં વસેલા ભારતીય મજૂરોની નોકરીઓમાં ઘટાડો નોંધાયો છે. આફ્રિકા, નેપાલ અને ફિલિપીંસના લોકો ભારતીય મજૂક કરતા અડધા વેતનમાં કામ કરવા માટે તૈયાર થઇ રહ્યા છે જેના કારણે સીધી અસર ભારતથી આ દેશમાં રોજગારી મેળવવા ગયેલા મજૂર પર પડે છે.

આ મામલે તિરૂવનંતપુરમ સ્થિત સેન્ટર ઓફ ડેવલોપમેન્ટ સ્ટડીઝના એસ. ઇરૂદયા રાજન જણાવે છે કે વૈશ્વિક આર્થિક સંકટ પછી અખાતી દેશની અર્થવ્યવસ્થા હજી સીધ જોઇએ તે રીતે ગતિમાં આવી નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી આ મામલે માર્કેટમાં તેજી આવી છે, પરંતુ વર્ષ 2008 કરતા પહેલાના સ્તરની બરાબરી થઇ શકી નથી. તેઓ આગામી વર્લ્ડ કપ, દુબઇ એક્સપો-2020 અને સાઉદી અરબ વિઝન 2020ને કેન્દ્રમાં રાખીને અર્થવ્યવસ્થાને તેજીમાં લાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

અખાતી દેશોમાં આફ્રિકી પ્રતિસ્પ્રર્ધીઓના કારણે ભારતીય મજૂરોની નોકરીયો ખતરામાં મુકાઇ રહી છે. તેની પાછળ આ મુખ્ય ત્રણ કારણ છે.

પ્રથમ કારણઃ

મુઝીદ અબ્દુલ્લાએ આ મામલે કહ્યું કે દેશમાં રોજગારી માટે આવતા આફ્રિકાના લોકોને ઘણા કામ આવડતા હોય છે અને આ સીવાય તેની ભાષ પર પકડ પણ સારી હોય છે, જેના કારણે કંપનીમાં તેમને આરામથી નોકરી મળી જાય છે. આ સીવાય તેઓ ભારતીય મજૂર કરતા અડધા વેતનમાં કામ કરવા માટે તૈયાર થઇ જાય છે.

બીજુ કારણઃ

ભારતીય મજૂરોની આખાતી દેશમાં નોકરી કરવાને લઇને ઉભા થઇ રહેલા કારણામાં ભારત સકારની નીતિ પણ છે. જેમાં ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા અધિક અને ન્યૂનમ વેતન દર પણ છે. ઉદાહરણ તરીકે સાઉદી અરબમાં ભારતીય દૂતવાસ દ્વારા કોઇપણ જાતના કૌશલ વગરના મજૂરો માટે 30 હજાર રૂપિયાનું વેતન નક્કી કર્યું છે. જેમાં અરબ દેશમાં રહેલા સ્થાનિક પરિવાર અને કંપનીઓ માટે મજૂરને ચૂકવવા માટે આ રકમ વધારે છે.

ત્રીજી કારણઃ

આ સીવાય અન્ય એક મુખ્ય કારણ છે કે જેમાં દેશમાં ડેમોગ્રાફિક બેલેન્સને જાણવી રાખવાના પ્રયત્નો, જે ભારત/મલયાલી મજૂરોની વિરુદ્ધમાં જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન