VIDEO: શેન વોર્નની આઈપીએલમાં 10 વર્ષ પછી `ઘર વાપસી` – Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Uncategorized
  • VIDEO: શેન વોર્નની આઈપીએલમાં 10 વર્ષ પછી `ઘર વાપસી`

VIDEO: શેન વોર્નની આઈપીએલમાં 10 વર્ષ પછી `ઘર વાપસી`

 | 4:02 pm IST

રાજસ્થાન રોયલ્સને ટાઈટલ અપાવનારા ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્ન 10 વર્ષ પછી આઈપીએલમાં પાછા ફર્યા છે. તેઓ રાજસ્થાન રોયલ્સના મેન્ટરની ભૂમિકા ભજવશે.

શેન વોર્ન 2008માં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અને કોચ હતાં, ત્યારે મોટા ગજાના ખેલાડીઓ વિના પણ રાજસ્થાન રોયલ્સે આઈપીએલ ટાઈટલ જીતી બધાને ચોંકાવી દીધા હતાં.

શેન વોર્ન બે વર્ષના પ્રતિબંધ પછી પાછા ફર્યા છે. રાજસ્થાન રોયલ્સે જ આની જાહેરાત કરી છે. વોર્ને આ અંગે જણાવ્યું હતું કે હું રાજસ્થાન રોયલ્સમાં મારા પુનઃરાગમનથી ખુબ જ ખુશ અને ઉત્સાહી છું. મારી ક્રિકેટ યાત્રામાં આ ટીમનું વિશેષ  સ્થાન છે. હું ટીમ અને તેના પ્રશંસકોથી મળેલા પ્રેમભાવથી ભાવવિભોર છું.

વોર્ને વધુમાં જણાવ્યું હતું કે અમારી પાસે યુવા અને ઉત્સાહી ખેલાડીઓનું સારુ જૂથ છે અને મને તેમની સાથે કામ કરવાની પ્રતીક્ષા છે. શેન  વોર્ન 2008થી 2011 સુધી રાજસ્થાન રોયલ્સના કેપ્ટન હતા. તેમણે 52 મેચમાં 56 વિકેટ લીધી છે. મુંબઈના પૂર્વ બેટ્સમેન જુબિન ભરુચા પણ ટીમના ક્રિકેટ વડા બન્યા છે.

રાજસ્થાન રોયલ્સમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ભારતીય બેટસમેન અજિંક્યા રહાણેનો પણ સમાવેશ થાય છે.