After 5G technology, there will be no speed in the phone, space will be less!
  • Home
  • Featured
  • ટેક્નોલોજીમાં 5G આવ્યા પછી ફોનમાં સ્પીડ નહીં, સ્પેસ ઓછી પડશે!

ટેક્નોલોજીમાં 5G આવ્યા પછી ફોનમાં સ્પીડ નહીં, સ્પેસ ઓછી પડશે!

 | 8:50 am IST

મોબાઇલ ફોનમાં ૩જી નેટવર્કના સાથે ઇન્ટરનેટની સાથે બ્રાઉઝિંગની શરૂઆત થઈ. મોબાઇલ પર વેબસાઇટ સર્ફ થવા માંડી, મેપ પણ દેખાવા માંડયા. જીસ્જી વાળી ટુજી નેટવર્કની દુનિયા ધીમે ધીમે ખતમ થવા લાગી છે. નવી અને હાઇસ્પીડ પ્રોસેસિંગ ચિપના વિકાસ, ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક અને વાયરલેસ નેટવર્કના વિસ્તારની સાથે ફોર્થ જનરેશન કે ૪જી નેટવર્ક આવ્યું. એ ટેક્નોલોજીની છલાંગ હતી. સ્માર્ટફોન અને ટેબ્લેટ્સમાં તાર વિના હાઇસ્પીડ ડેટા આવવા જવા લાગ્યા. ઝડપી ડેટા સ્પીડને કારણે નેવિગેશન, મેસેજિંગ અને કેટલાય અન્ય કામો માટે એપ્સનો ઉપયોગ શરૂ થયો છે. મોબાઇલ ફોન પર વીડિયો પણ આરામથી જોઈ શકાવા માંડયા.

ફાઇવ જીને પાંચ જુદી જુદી ટેક્નોલોજીનો સંગમ પણ કહી શકાય

ફાઇવ જીને પાંચ જુદી જુદી ટેક્નોલોજીનું સંગમ પણ કહી શકાય છે, તેમાં મિલિમીટર વેબ્સ, સ્મોલ સેવ, મેસિવ માઇમો, બીમફોર્મિંગ અને ફૂલ ડુપ્લેક્સ સામેલ છે. અત્યારે તો આપણા સ્માર્ટફોન અને ટીવી કે વાઇફાઇ જેવા અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસિસ ૬ ગીગા હર્ટસથી નીચેની ફ્રીકવન્સી પર ચાલે છે.

પરંતુ ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા ઉપકરણોની વધતી સંખ્યાને કારણે આ ફ્રીકવન્સી જામ થઈ રહી છે અને ધીમી પડી રહી છે. એ માટે હવે મિલિમીટર વેબ્સ દ્વારા ૩૦થી ૩૦૦ ગીગા હર્ટસની કાલી ફ્રિકવન્સી બેન્ડનો ઉપયોગ કરવાની તૈયારી છે. તેની સાથે સ્મોલ સેલ ટેક્નિકને પણ સામેલ કરવી પડી રહી છે. હવે એક મોટા ટાવરની આસપાસ નાના નાના સ્મોલ સેલ બેઝ પ્વાઇટ લગાવવાની વાત થઈ રહી છે, જે વધારે મદદગાર સાબિત થશે.

માનવીના ડીએનએને પણ નુકસાન કરશે ?

ફાઇવ જી નેટવર્કની સાથે કેટલીય ચિંતાઓ પણ જોડાયેલી છે. એ નેટવર્ક ખાસ કરીને શહેરોને મિલિમીટર વેબ્સની જાળ બનાવી દેશે. કીટક અને પક્ષીઓ પર તેના દુષ્પરિણામોની પણ આશંકા છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કેટલીક શોધોમાં દાવો કરાયો છે કે ફાઇવ જી માનવીની કોષિકાઓ અને ડીએનએને પણ નુકસાન કરશે. પરંતુ આ આશંકાઓ વચ્ચે ચીન સહિત દુનિયાના કેટલાક દેશો ફાઇવ જી નેટવર્ક લોન્ચ કરવા જઈ રહ્યા છે.

ઉપયોગ બાદ જ તેની સાથે જોડાયેલી ટેક્નિક, સ્વાસ્થ્ય અને પર્યાવરણ સબંધી પ્રશ્નોના રૂપે સામે આવશે.  સૌથી ઝડપી ૪જી નેટવર્ક પર સ્પીડ સરેરાશ ૪૫ એમબીપીએસ નોંધાય છે. ઉદ્યોગને આશા હતી કે તેને વધુ વધારી શકાશે, પરંતુ દુનિયાભરમાં સ્માર્ટ ફોનની વધતી માગને કારણે ૪જી નેટવર્ક હવે ઓવરલોડનો શિકાર થઈ રહ્યું છે. તેના કંઈક એ રીતે સમજી શકાય કે હાઇ-વે પર એકલી ગાડી ઝડપથી હંકારી શકાય છે, પરંતુ જો રસ્તા પર વધુ હજાર ગાડીઓ હોય તો સ્પીડ ધીમી થઈ જશે. ફાઇવ જી એ મુશ્કેલી દૂર કરવાની તૈયારી છે.

ફાઇવ જીમાં મેસિવ માઇમોનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે

ફાઇવ જીમાં મલ્ટિપલ ઇનપુટ અને આઉટપુટ તરીકે ઓળખાતી ટેક્નિક મેસિવ માઇમોનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. ફોર જીના ટાવરોમાં એન્ટિનાઓ માટે લગભગ ડઝનેક પોર્ટસ હોય છે. મેસિવ માઇમો બેઝડ સ્ટેશનોમાં એન્ટિનાઓ પર ૧૦૦થી વધુ પોટ્ર્સ હશે. પરંતુ એટલા વધુ સિગ્નલોથી ક્રોસ કનેક્શન પણ થશે, તેથી ચોથી, બીમફોર્મિંગ ટેક્નિક અમલમાં લવાશે. એ દ્વારા સિગ્નલ એક બીજા સાથે ગૂંચવાવાને બદલે નિર્ધારિત દિશાઓમાં પ્રસારિત થશે. ફૂલ ડુપ્લે ટેક્નિક ઇન્કમિંગ અને આઉટગોઇંગ ડેટાને એક સાથે હેન્ડલ કરશે.

થ્રીડી ડેટા માટે લાભદાયી

ફોર જી નેટવર્ક, ૩ ડી ડેટા માટે નબળું છે. ફાઇવ જી, થ્રીડી ડેટામાં પણ લાઇવ ફેરફાર કરશે. કલ્પના કરો કે તમે કોઈ એવા વર્ચ્યુઅલ રિયાલિટી ચશ્માં પહેયાંર્ છે, જે તમને વર્ચ્યુઅલ બોક્સ દેખાડે છે. ફાઇવ જી નેટવર્કની સાથે તમે રિયલ ટાઇમમાં એ બોક્સને ઘુમાવી શકશો. ખોલી શકો છો, તેના પર કાપ મૂકી શકો છો અને તેની બાજુઓને અલગ કે બદલી શકો છો.

ફાઇવ જીથી શું થઈ શકે ?

આ ખૂબ જ હાઇટેક ટેક્નિકનો સંગમ છે. તેની અસર સીધી ખૂબ જ ઝડપી વાયરલેસ નેટવર્કના ગ્રૂપમાં જોવા મળશે. ફૂલ એચડી ફિલ્મ કેટલીક સેકન્ડોમાં જ ડાઉનલોડ થઈ જશે. પરંતુ ફાઇવ જીનો ઉપયોગ સ્માર્ટ ફોન પર વીડિયો જોવા કરતાં ક્યાંય વધુ વ્યાપક છે. તેની મદદથી ડ્રાઇવરલેસ ટ્રાન્સપોર્ટ, સ્માર્ટ સિટીઝન, વર્ચ્યુઅલ રિયાલિટી અને ખૂબ જ ઝડપી રિયલ ટાઇમ અપડેટ મળશે. ફાઇવ જી એકબીજા સાથે સંવાદ કરતી સિગ્નલો પર આધારિત ટેક્નિક છે. તે દ્વારા એક ગાડી, બીજી ગાડી સાથે પણ સંવાદ કરી શકશે અને ડેટા દ્વારા નક્કી કરશે કે બંને વાહનોની વચ્ચે અંતર તથા ઝડપ કેટલી હોવી જોઈએ.

ભારત

ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ -ટ્રાઇએ વર્ષ ૨૦૧૭માં ફાઇવ જી સાથે સંકળાયેલો એક મુસદ્દો તૈયાર કર્યો હતો. કેન્દ્રીય સંચારમંત્રી મનોજ સિંહાએ હાલમાં જ કહ્યું હતું કે ૨૦૨૦માં જ્યારે દુનિયાભરમાં ફાઇવ જી ઉપયોગમાં હશે, એ જ વર્ષ ભારત પણ તેને અપનાવી લેશે. ભારતમાં બીએસએનએલ સહિત વોડાફોન અને રિલાયન્સ જિયો જેવી કંપનીઓ ફાઇવ જીની તૈયારીમાં છે.

દ. કોરિયા

વર્ષ ૨૦૧૮ના ઓલિમ્પિકમાં ફાઇવ જી સર્વિસનું પરીક્ષણ કરનારું દક્ષિણ કોરિયા હજુ પણ તેનો પૂરેપૂરો અમલ કરી શક્યું નથી. દેશના વિજ્ઞા।ન અને ટેક્નોલોજી મંત્રાલયના જણાવ્યા પ્રમાણે લગભગ ૫ ટકા મોબાઇલ યૂઝર્સ ૨૦૨૦ સુધી મોબાઇલ ફોન પર તેને ઓપરેટ કરી શકશે અને ૨૦૨૬ સુધી તે ૯૦ ટકા લોકો સુધી પહોંચી જશે.

કતાર

કતારની ટેલિકોમ કંપની ઓરિડો વર્ષ ૨૦૧૬માં ફાઇવ જીના ઉપયોગ પર કામ કરી રહી છે. ઓરિડો દુનિયાની પહેલી એવી કંપની છે, જે કોમર્શિયલ સ્તરે ફાઇવ જી એક્સેસ આપવા જઈ રહી છે. દરમિયાન ફાઇવ જી ફક્ત કતારમાં મળવા લાગ્યું છે.

ચીન

ચીનની સરકારી કંપની ચાઈના યુનિકોમને આશા છે કે વર્ષ ૨૦૨૦ સુધી તે દેશમાં ૧૦ હજાર ફાઇવ જી બેઝ સ્ટેશન ઊભા કરી પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરી દેશે. આ પાઇલટ પ્રોજેક્ટમાં બેઇજિંગ સહિત દેશના ૧૫ મોટા શહેર સામેલ થશે.

કુવૈત

દેશની બે ટેલિકોમ કંપનીઓએ ફાઇવ જી સેવા લોન્ચ કરી દીધી છે. વર્ષ ૨૦૧૮માં કંપની જેનને સૌથી પહેલાં ફાઇવ જી લોન્ચ કર્યું હતું, જેના કેટલાક કલાકો બાદ કુવૈતની કંપની ઓપિડોએ પણ તેને લોન્ચ કરી દીધું હતું.

જાપાન

જાપાનની સૌથી મોટી વાયરલેસ કંપની એનટીટી ડોકોમો ફાઇવ જી પર વર્ષ ૨૦૧૦થી જ પ્રયોગ કરી રહી છે. યોજના મુજબ કંપની સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી તેનું પ્રિ-કોમર્શિયલ લોન્ચ કરશે. જો કે તેનું સત્તાવાર રીતે લોન્ચિંગ તો ૨૦૨૦ સુધીમાં જ થઈ શકશે.

અમેરિકા

અમેરિકામાં ફાઇવ જીને અપનાવવા માટે જમીન પરની તૈયારીઓ ઝડપથી પૂરી કરાઈ રહી છે. દેશની નિયામક સંસ્થા ફેડરલ કમિશન ઓફ કમ્યુનિકેશન આ કામ ઉપર નજર રાખી રહ્યું છે. ક્યાસ એવો લગાવાઈ રહ્યો છે કે કેટલીક કંપનીઓ વર્ષ ૨૦૧૯ સુધી તેને શરૂ કરી શકશે, તો વર્ષ ૨૦૨૦ સુધીમાં લગભગ તમામ અમેરિકન નેટવર્કો પરથી ફાઇવ જી સ્પીડ મળતી થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન