પેટાચૂંટણીમાં હારની અસર!!! મોદી સરકારે કેબિનેટની બેઠકમાં લીધા મહત્વના નિર્ણય - Sandesh
  • Home
  • India
  • પેટાચૂંટણીમાં હારની અસર!!! મોદી સરકારે કેબિનેટની બેઠકમાં લીધા મહત્વના નિર્ણય

પેટાચૂંટણીમાં હારની અસર!!! મોદી સરકારે કેબિનેટની બેઠકમાં લીધા મહત્વના નિર્ણય

 | 7:15 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટની મહત્વની બેઠક સમાપ્ત થઈ છે. બેઠક પૂર્ણ થતાં જ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી અને સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપી હતી.

કેન્દ્રીય કેબિનેટએ અન્ય પછાત વર્ગ (OBC) સંબંધિત વિવાદોનું નિરાકરણ અને જાતીઓની શ્રેણી બનાવવા માટે બનાવવામાં આવેલ આયોગનો કાર્યકાળ 31 જુલાઈ 2018 સુધી લંબાવવા માટેને પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ પ્રગતિ મેદાન પર 3.7 એકર જમીનમાં ફાઈવ સ્ટાર હોટલ બનાવવાના પ્રસ્તાવ પર પણ મોહર લગાવી છે.

આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં ડેમની સુરક્ષા માટેના સંશોધનને મંજૂરી આપી છે. જેમાં ડેમ તૂટવા પર થનાર લોકોની જાનમાલની સુરક્ષા અંગે સંસદમાં ડેમ સુરક્ષા બિલ અગાઉ રજુ કરવામાં આવેલ છે. કેબિનેટે એગ્રીકલ્ચરલ એજ્યુકેશન ડિવિઝન અને ICARને ત્રણ વર્ષીય એક્શન પ્લાન (2017-20)ને ચાલું રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે.

બીજી તરફ ભારત અને વિયેટનામ વચ્ચે પોસ્ટલ ટિકિટ જાહેર કરવાના કરારને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર પૂર્વી રાજ્યોના વિકાસ માટે મિનિસ્ટ્રી ઓફ ડેવલોપમેન્ટ ઓફ નોર્થ ઈસ્ટર્ન રિજન (DoNER) માટે એક કાઉન્સિલની રચના કરવાના પ્રસ્તાવ પર પણ મંજૂરી આપવામાં આવી છે.

પીયૂષ ગોયલે જણાવ્યું કે, કેબેનિટની બેઠકમાં HDFC બેન્કમાં રૂ. 24,000 કરોડના FDIને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં 72.62% FDI છે જે હવે 74% ટકા પર પહોંચી ગઈ છે. જેના પરિણામે 3.50 અબજ ડોલરની FDI ભારતમાં આવશે.

કેબિનેટ તરફથી વડાપ્રધાન આવાસ યોજના હેઠળ ક્રેડિટ લિંક્ડ સબ્સિડી યોજનામાં MIG શ્રેણી હેઠળ ઘર ખરીદનારને વધુ લાભ આપવનો નિર્ણય કરવામાં આવેલ છે. MIG-I હેઠળ 160 વર્ગમીટર અને જેમાં આવક રૂ.6 લાખથી 12 લાખ કરવામાં આવી છે, જ્યારે MIG-2માં 200 વર્ગ મીટર અને જેમાં આવક રૂ.12 લાખથી વધુ અે 18 લાખ સુધી આવક મર્યાદા કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છેકે પીએમ મોદીની બેઠક 7 મહિના પછી મળી છે. જે હાલમાં થયેલા પેટાચૂંટણી પછી ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. જેમાં વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા કાર્યક્રમો પર મંત્રીપરિષદ પાસે અહેવાલ માંગ્યો છે. જેમાં જન ઔષધિ યોજના, ઉજ્જવલા યોજના, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મુદ્રા યોજના જેવી તમામ યોજનાઓ પર ખાસ ચર્ચા કરવામાં આવી છે.