Australian rangers capture giant 600-kg crocodile after 8-year
  • Home
  • Featured
  • 8 વર્ષની મહેનત પછી 600 કિગ્રાનો મગર પકડમાં આવ્યો !!!

8 વર્ષની મહેનત પછી 600 કિગ્રાનો મગર પકડમાં આવ્યો !!!

 | 10:35 am IST

ઓસ્ટ્રેલિયામાં આઠ વર્ષની મહેનત પછી 600 કીલોનો એક મહાકાય સોલ્ટવોટર મગર અંતે પકડાઇ ગયો હતો, એમ અધિકારીઓએ આજે કહ્યું હતું. ૪.૭ મીટર એટલે કે ૧૫.૪ ફુટ લાંબો આ મગર સૌ પહેલા ૨૦૧૦માં દેખાયો હતો અને ત્યાર પછીથી ઉત્તરી કેથેરિનમાંથી ટ્રેપ દ્વારા પકડી પડાયો હતો. સત્તાવાળાઓએ વર્ષો સુધી એને પકડવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા.

મગરની વય અંદાજે ૬૦ વર્ષની હોવાનું મનાય છે. તેને પકડવું ખૂબજ મુશ્કેલ હોવાથી અમે તેને અનેક નામ આપ્યા હતા એમ વન્યજીવન અધિકારી જોન બુર્કેએ કહ્યું હતું.’એને પકડવું એ થ્રીલ હતું, પમ સાથે સાથે તમારે એ પ્રાણીની સાઇઝની પણ પ્રશંસા કરી રહી અને તે કેટલો ધરડો છે? તમારે એને માન તો આપવું જ જોઇએ’એમ એક અધિકારીએ કહ્યું હતું. એને પકડીને ક્રોકોડાઇલ ફાર્મમાં લઇ જવાયો હતો અને માનવીય વસાહતથી દૂર રખાયો હતો, એમ નોર્ધર્ન ટેરેટેરી વાઇલ્ડ ઓપરેશન્સના વડા ટ્રેસી ડલડિંગે કહ્યું હતું.

દર વર્ષે સરેરાશ બે મનુષ્યોને આ મગરો ભરખી જાય છે. સિત્તેરના દાયકામાં તેને સંરક્ષિત પ્રાણી જાહેર કર્યા પછી મગરોની વસ્તીમાં ખૂબ વધારો થયો હતો. પરંતુ ગયા વર્ષે એક વૃધ્ધ મહિલાને મગરે મારી નાંખતા મગરોની સંખ્યાને નિયંત્રિત કરવાની માગ ઉઠવા પામી હતી.