After 9 years, Sonakshi made a big reveal, Salman asked for the film Dabangg
  • Home
  • Entertainment
  • Bollywood
  • 9 વર્ષ બાદ સોનાક્ષીએ કર્યો મોટો ખુલાસો, દબંગ ફિલ્મ માટે સલમાને કહ્યું કે…!!

9 વર્ષ બાદ સોનાક્ષીએ કર્યો મોટો ખુલાસો, દબંગ ફિલ્મ માટે સલમાને કહ્યું કે…!!

 | 4:32 pm IST

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘મિશન મંગલ’ને લઈને ચર્ચાઓમાં છવાયેલી રહી છે. આ ફિલ્મ 15 ઓગષ્ટે રિલીઝ થવા જઈ રહી છે. તે સિવાય અભિનેત્રી સુપરસ્ટાર સલમાન ખાનની સાથે ફિલ્મ ‘દબંગ 3’ની શૂટિંગમાં વ્યસ્ત છે. સોનાક્ષીએ સલમાન સાથે ફિલ્મ દબંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. લગભગ 9 વર્ષ બાદ અભિનેત્રીએ સલમાન ખાનને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

સોનાક્ષાને ‘દબંગ’ ફિલ્મમાં તેના રોલ માટે ખુબ સંઘર્ષ કરવુ પડે છે. ‘દબંગ’માં રોલ માટે સલમાન દ્વારા તેની સામે અક શરત રાખી હતી. તાજેતરમાં સોનાક્ષીએ ખુદ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે. જણાવી દઈએ કે ફિલ્મમાં આવતા પહેલા સોનાક્ષીનો વજન લગભગ 90 કિલો હતો અને એવામાં બોલિવૂડમાં કામ કરવું તેના માટે ખુબ અઘરૂ હતુ.

સોનાક્ષીએ જણાવ્યું કે સલમાને મને કહ્યું હતુ કે, હું તને મારી ફિલ્મમાં લઈશ. જો કે તેના પહેલા તારે તારા વજનને ઓછો કરવો પડશે. અભિનેત્રીએ જણાવ્યું કે તેને ખાવાનો ખુબ શોખ હતો અને એવામાં અચાનક ખાવા પર પ્રતિબંધ મુકી દેવોએ મુશ્કેલી ભર્યું કામ હતુ. સોનાક્ષીએ તાજેતરમાં ફિલ્મ ‘ખાનદાની શફાખાના’માં નજરે આવશે.

આ વીડિયો પણ જુઓ – આ છે 1971ના યુદ્ધના જાંબાજ ભૈરોસિંહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન