After a hard-fought victory, Sindhu reached the pre-quarter finals
  • Home
  • Sports
  • Other Sports
  • સંઘર્ષપૂર્ણ વિજય મેળવી સિંધુ પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી

સંઘર્ષપૂર્ણ વિજય મેળવી સિંધુ પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી

 | 7:10 am IST
  • Share

  • પીવી સિંધુએ જાપાનની અયા ઓહોરી સામે સંઘર્ષપૂર્ણ વિજય મેળવ્યો  

  • સિંધુનો આગામી મુકાબલો યવોન લી સામે થશે

ભારતની બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા અને વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ ઇન્ડોનેશિયા ઓપન સુપર 1000 બેડમિન્ટન ટૂર્નામેન્ટના પ્રારંભિક મુકાબલામાં જાપાનની અયા ઓહોરી સામે ત્રણ ગેમ સુધી રમાયેલા મુકાબલામાં સંઘર્ષપૂર્ણ વિજય મેળવ્યો હતો.

હૈદરાબાદી ખેલાડી સિંધુએ પ્રથમ ગેમ હાર્યા બાદ વળતો પ્રહાર કરીને એક કલાક 10 મિનિટ સુધી રમાયેલી મેચને 17-21, 21-17, 21-17થી વિજય મેળવીને પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ વિજય સાથે સિંધુએ જાપાનીઝ ખેલાડી સામેના રેકોર્ડને 11-0નો કરી દીધો છે.

ગયા સપ્તાહે જાપાનની અકાને યામાગુચી સામે સીધી ગેમમાં હાર્યા બાદ સેમિફાઇનલમાંથી બહાર થયેલી સિંધુનો આગામી મુકાબલો જર્મનીની 23 વર્ષીય શટલર યવોન લી સામે થશે. સિંધુ અને વિશ્વની 26મી ક્રમાંકિત ખેલાડી લી વચ્ચે આ પ્રથમ મુકાબલો થશે.

બીજી તરફ એન સિક્કી રેડ્ડી અને ધ્રુવ કપિલાની મિક્સ ડબલ્સની જોડી જાપાનની ક્યોહેઇ યામાશિતા અને નારુ શિનોયાની જોડી સામે 7-21, 12-21ના સ્કોરથી હારી ગઈ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો