After Actresses NCB Now Preparing To Investigate Actors In Drug Case
  • Home
  • Entertainment
  • Bollywood
  • ડ્રગ્સ કેસ: અભિનેત્રીઓ બાદ હવે ‘મોટા સ્ટાર્સ’ના ખરાબ દિવસો શરૂ, NCBની ગાળિયો કસવાની તૈયારી

ડ્રગ્સ કેસ: અભિનેત્રીઓ બાદ હવે ‘મોટા સ્ટાર્સ’ના ખરાબ દિવસો શરૂ, NCBની ગાળિયો કસવાની તૈયારી

 | 12:57 pm IST

બોલીવુડના ડ્રગ્સ કનેક્શન ઘણું મોટું થઈ રહ્યું છે અને આ કારણે એનસીપીની તપાસ પણ. અત્યાર સુધી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રિયા ચક્રવર્તીની વિરુદ્ધ એનસીબીએ ગાળિયો કસ્યો છે. તમામને સમન્સ પાઠવીને એનસીબીએ પૂછપરછ કરી છે. હીરોઇનો બાદ હવે બોલીવુડના નામી એ- લિસ્ટ એક્ટર્સ પર એનસીબી ગાળિયો કસવાની તૈયારી કરી રહ્યું છે. તમામ પુરાવા મળ્યા બાદ જ મોટા સ્ટાર્સની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

A લિસ્ટમાં સામેલ મોટા અને નામી એક્ટર્સ NCBની રડાર પર

એનસીબી સૂત્રોના કહ્યા પ્રમાણે બોલીવુડ એક્ટ્રેસ બાદ હવે એનસીબીની રડાર પર A લિસ્ટમાં સામેલ મોટા અને નામી એક્ટર્સ છે. ડ્રગ્સ કેસમાં બોલીવુડની ફીમેલ કલાકારો બાદ હવે મેલ કલાકારોનો જલદી નંબર આવી શકે છે. એનસીબીને જેવા આને લઇને ઇનપુટ, એવિડન્સ મળશે, આ મેલ એક્ટર્સની વિરુદ્ધ એક્શન લેવામાં આવશે. એનસીબી અત્યારે ઇનપુટ્સ પર કામ કરી રહી છે. સાથે જ એનસીબી દીપિકા પાદુકોણના મોબાઇલથી ડિલિટી થયેલા ડેટા રિટ્રીવ કરશે.

દીપિકાના ફોનથી ખુલશે અનેક એક્ટર્સના નામ

દીપિકાના ફોનથી એનસીબીને અનેકના નામ સામે આવવાની આશા છે. એનસીબીએ પૂછપરછ બાદ સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને દીપિકા પાદુકોણના ફોન જપ્ત કર્યા હતા. એનસીબીનો પ્રયત્ન છે કે ડ્રગ્સ પેડલર્સ દ્વારા બોલીવુડના મોટા નામો પર ગાળિયો કસવામાં આવે. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ ચેટ કેસમાં તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ સોમવારના બૉમ્બે હાઈકોર્ટમાં આપેલા પોતાના એક એફિડેવિટમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિકની જામીન અરજીનો વિરોધ કર્યો છે.

અનેક લોકોની ધરપકડ અને પૂછપરછ

એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ આ એફિડેવિટમાં કહ્યું છે કે તેમની પાસે આ વાતના ઘણા પુરાવા છે જેનાથી એ વાત સાબિત કરી શકાય છે કે રિયા ચક્રવર્તી ડ્રગ્સ ટ્રાફિકિંગમાં સામેલ છે.તો ડ્રગ્સ ચેટ કેસમાં એનસીબીએ અત્યાર સુધી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ઉપરાંત સુશાંતના સ્ટાફ સેમ્યુઅલ મિરાંડા અને દીપેશ સાવંત ઉપરાંત અનેક આરોપી ડ્રગ્સ પેડલર્સ અને ધર્મા પ્રોડક્શન્સના પૂર્વ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ક્ષિતિજ પ્રસાદની ધરપકડ કરી છે.

આ વિડીયો પણ જુઓ: અરવલ્લીના મેઘરજમાં જર્જરિત ટાંકી ઉતારી લેવાની માંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન