After adult intercourse are Very Important Going to pass urine girl
  • Home
  • Featured
  • સેક્સ બાદ ખૂબ જરૂરી છે વૉશરૂમ જવું, જાણી લો નહીંતર…

સેક્સ બાદ ખૂબ જરૂરી છે વૉશરૂમ જવું, જાણી લો નહીંતર…

 | 3:26 pm IST

શારીરિક સંબંધ (Sex )બાદ વાસ્તવમાં યુરિન (Urine)પાસ કરવું વાસ્તવમાં જરૂરી છે? ખરેખર શારીરિક સંબંધ બાદ પાર્ટનરથી દૂર જવું પસંદ હોતું નથી. પરંતુ પાર્ટનરની સાથે તે પળનો અનુભવના ચક્કરમાં તમે તમારા સ્વાસ્થ્યને જોખમમાં નાખી શકો નહીં. તે મહિલાઓ માટે ખૂબ જરૂરી છે. કારણકે મહિલાઓનો મુત્રમાર્ગ ખૂબ નાનો હોય છે એવામાં બેક્ટેરિયા (Bacteria) ત્યાં ઝડપથી પહોંચી શકે છે. તે પળ બાદ જરૂરી નથી કે તમને ઇન્ફેક્શન હોય પરંતુ સ્વચ્છતા રાખવી ખૂબ મહત્વપૂર્ણ છે. તે સુખદ પળ બાદ યુરિન પાસ કરવું જરૂરી છે.

સંભોગ દરમિયાન બેક્ટેરિયા આપણા શરીરમાં મોં, આંગળી, લિંગ દ્વારા પ્રવેશ કરી શકે છે. જરૂરી નથી કે તે બેક્ટેરિયા બહારના બેક્ટેરિયા હોય. મહિલાઓના યુરિન માર્ગ ખૂબ નાનો હોય છે જેથી ત્યાં બેક્ટેરિયા તરત પહોંચે છે. ધ્યાન રાખો કે તે વારંવાર એકનું એક કોન્ડોમનો ઉપયોગ ન કરો.

યુરિન ટ્રેક ઇન્ફેક્શન (UTI)ખૂબ દર્દનાક હોય છે જે સંક્રમણ મહિલાઓમાં થવાના કારણે વધારે રહે છે. જો તમને પણ વારંવાર શારીરિક સંબંધ બાદ આ ઇન્ફેક્શન થઇ રહ્યું છે તો તેનું કારણ આજ છે કે તમે શારીરિક સંબંધ બાદ યુરિન કરી રહ્યા નથી.

કોઇપણ ઇન્ફેક્શન (Infection) વધવાથી તમે તમારા શરીરમાંથી ડિસ્પ્લેજ બેક્ટેરિયાને પૂર્ણ રીતે નીકાળી લો. તેનાથી તમે કોઇપણ પ્રકારના ઇન્ફેક્શન થવાનો ખતરો રહેશે અને તમને આરામ લાગશે.

શારીરિક સંબંધ (sex Life)એબાદ બેડ પરથી ઉભા થવાનું મન નથી તો તમે થોડીક રાહ જોઇ શકો છો. પરંતુ ધ્યાન રાખો કે તે રાહ 30 મિનિટથી વધારે ન હોવી જોઇએ, તેનાથી ઇન્ફેક્શન થવાનો ખતરો ખૂબ ઓછો થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન