after akshay kumars 25 crore donation debate started on deepiaka
  • Home
  • Entertainment
  • Bollywood
  • અક્ષયે કોરોના સામે દાન કર્યું તો દીપિકા હડફેટે આવી, લોકોએ JNUને લઈ મનફાવે એવી સંભળાવી

અક્ષયે કોરોના સામે દાન કર્યું તો દીપિકા હડફેટે આવી, લોકોએ JNUને લઈ મનફાવે એવી સંભળાવી

 | 11:42 am IST

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારે કોરોના વાઈરસ સામે ચાલી રહેલી જંગમાં ફાળો આપીને તમામના દિલ જીતી લીધા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ, વડા પ્રધાન રાહત ભંડોળમાં તેમણે 25 કરોડનું દાન આપ્યું. અક્ષયે ખુદ ટ્વિટર પર આ માહિતી આપી હતી. પરંતુ અક્ષયનું મોટું દાન સામે આવતાંની સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સે દીપિકા પાદુકોણને ઘેરી લીધી છે. હવે લોકો દીપિકા પાદુકોણને સવાલ કરી રહ્યા છે કે તેણે દેશ માટે શું કર્યું?

અક્ષયે આ પહેલા એક ટ્વિટ કર્યું હતું, “આ એવો સમય છે કે, લોકોનું જીવન સૌથી વધુ મહત્વનું છે અને આપણે તેમને બચાવવા માટે દરેક શક્ય યોગદાન આપવાની જરૂર છે. હું નરેન્દ્ર મોદીના વડા પ્રધાન રાહત ફંડમાં મારા બચતમાંથી 25 કરોડ રૂપિયાનું યોગદાન આપવાની પ્રતજ્ઞા કરું છું. ચાલો જીવન બચાવીએ, જો જાન છે તો જહાન છે. આ ટ્વીટ બાદથી લોકોએ હવે દીપિકા પાદુકોણ પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.

એક યુઝરે આમિર ખાન અને દીપિકા પાદુકોણને ટેગ કરીને લખ્યું છે કે, બાકી બધુ બરાબર છે, પરંતુ હવે ટુકડે-ટુકડે ગેંગના સભ્યો દીપિકા પાદુકોણ અને આમિર ખાન ક્યાં છે?” બીજા એક ટ્વિટમાં આપણે જોઈ શકીએ કે, દીપિકા સાથે કંગના, રણબીર કપૂર અને આલિયા તેમજ રણવીર સિંહને પણ નિશાને લેવામાં આવ્યા છે.

તો વળી બીજી બાજુ, # સલમાન_શાહરુખ_આમિર_દાન_કારો’ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો આ હેશટેગ પર જોરદાર ટ્વીટ કરી રહ્યા છે. ટ્વિટર પર લોકો આમિર ખાન, સલમાન ખાન અને શાહરૂખ ખાન વિશે બે ભાગોમાં વહેંચાયેલા જોવા મળે છે. એક તરફ આ ત્રણેયને પૈસા દાનમાં આપવા કહે છે. જ્યારે બીજું જૂથ તેમના પક્ષમાં ટ્વિટ કરતું જોવા મળે છે. કેટલાક લોકો કહે છે કે આ સુપરસ્ટાર્સે પહેલા ઘણી વખત મદદ કરી છે અને આ વખતે પણ ચોક્કસપણે કરશે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદમાં વધુ એક કોરોનાના દર્દીનું મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન