After Bihar Rajasthan and UttarPradesh, #Super30 is now tax-free in Gujarat
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફિલ્મ ‘સુપર 30’ ગુજરાતમા ટેક્સ ફ્રી, હ્રિતિકએ રાજ્યનાં મુખ્યમંત્રીનો માન્યો આભાર

ફિલ્મ ‘સુપર 30’ ગુજરાતમા ટેક્સ ફ્રી, હ્રિતિકએ રાજ્યનાં મુખ્યમંત્રીનો માન્યો આભાર

 | 6:20 pm IST

ફિલ્મ ‘સુપર-30’ બોક્સ ઓફિસ પર હાલમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ બિહારના ટીચર આનંદ કુમારની રિયર સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે, કેવી રીતે એક શિક્ષક અભ્યાસનાં ગોરખધંધાને છોડી ગરીબ બાળકોને IITમાં એડમિશન અપાવવા માટે કેટલી અથાક મહેનત કરે છે. આ ફિલ્મ બિહાર,ઉત્તર પ્રદેશ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી કરવામા આવી છે. આ અંગે ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, હ્રિતિકની ફિલ્મ બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ પછી ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં પોતાની ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરાતા હ્રિતિક રોશને રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આભાર વ્યક્ત કર્યો છે. હ્રિતિકે સોશિયલ મીડિયા પર વિજય રૂપાણીને ટેગ કરીને લખ્યુ કે, આભાર વિજય રૂપાણી જી અમારી મહેનતને વળતર આપી ‘સુપર 30’ ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરી. ‘સુપર 30’ની ટીમ તમારા આ ઉમદા કાર્યથી ધન્ય અનુભવે છે.

તમને જણાવી દઇએ કે, આ ફિલ્મ 12 જુલાઈના રોજ રિલીઝ થઇ હતી. અત્યાર સુધીમાં આ ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મમાં રીતિક ઉપરાંત મૃણાલ ઠાકુર, પંકજ ત્રિપાઠી તથા અમિત સાધ છે. ફિલ્મને વિકાસ બહલે ડાયરેક્ટ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન