કોવિશીલ્ડ બાદ ભારત બાયોટેકની કોવેક્સિન 11 શહેરોમાં પહોંચી, જાણો એક ક્લિક પર

16મી જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થઇ રહેલા કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત બુધવારે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાયેલી સ્વદેશી કોરોના રસી કોવેક્સિનના ડોઝ દેશના ૧૧ શહેરમાં પહોંચતા કરાયા હતા. જોકે ભારત બાયોટેક તરફથી ડોઝની સંખ્યા અંગે કોઇ સ્પષ્ટતા કરાઇ નહોતી. કોવેક્સિનના દરેક વાયલમાં રસીના ૨૦ ડોઝ છે. સાંજ સુધીમાં અન્ય શહેરોમાં પણ કોવેક્સિન રસી પહોંચી જશે. કેન્દ્ર સરકારે કોરોના રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કા માટે ભારતમાં ઇમર્જન્સી યૂઝ માટે મંજૂર કરાયેલી કોવિશીલ્ડ અને કોવેક્સિન રસીના ૭ કરોડ ડોઝની ખરીદી કરવાની મંજૂરી આપી દીધી છે.
બુધવારે કઈ રસીના કેટલા ડોઝ ક્યાં પહોંચ્યા
- ૬૦,૦૦૦ ડોઝ કોવેક્સિનના જયપુર પહોંચ્યા
- ૧૬,૨૦૦ વાયલ કોવેક્સિનના રાંચી પહોંચ્યા
- ૯૩,૫૦૦ ડોઝ કોવિશીલ્ડના સુરત પહોંચ્યા
- ૯૪,૦૦૦ ડોઝ કોવિશીલ્ડના ભોપાલ પહોંચ્યા
- ૧,૩૯,૦૦૦ ડોઝ કોવિશીલ્ડના મુંબઇ પહોંચ્યા
- ૨૦,૦૦૦ વાયલ કોવેક્સિનના ભુવનેશ્વર પહોંચ્યા
- ૨૩,૫૦૦ ડોઝ કોવિશીલ્ડના ગોવા પહોંચ્યા
- ૫૬,૫૦૦ ડોઝ કોવિશીલ્ડના અગરતલા પહોંચ્યા
- ૧,૦૩,૦૦૦ ડોઝ કોવિશીલ્ડના થાણે પહોંચ્યા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન