After Call With PM Modi, Trump Dials Pakistan PM Imran Khan
  • Home
  • Featured
  • PM મોદી સાથે વાત કરી ટ્રમ્પે સીધો પાકિસ્તાન ફોન લગાવ્યો, વ્હાઇટ હાઉસે નિવેદન બહાર પાડી કહ્યું કે…

PM મોદી સાથે વાત કરી ટ્રમ્પે સીધો પાકિસ્તાન ફોન લગાવ્યો, વ્હાઇટ હાઉસે નિવેદન બહાર પાડી કહ્યું કે…

 | 9:41 am IST

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન સાથે તણાવની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોના પીએમ સાથે વાત કરી છે. પીએમ નરેન્દ્ર મોદી સાથે વાત કર્યા બાદ ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન સાથે વાત કરી અને તેમણે કાશ્મીરના મુદ્દા પર સંયમ વર્તવાનું કહ્યું છે. ટ્રમ્પે ઇમરાનને વધતા તણાવને રોકવાની અને એવી સ્થિતિથી બચવાની સલાહ આપી છે. બંને નેતાઓ સાથે વાત કર્યા બાદ ટ્રમ્પે કહ્યું કે ક્ષેત્રમાં સ્થિતિ તો ‘કઠિન’ છે પરંતુ તેમની બંને પીએમ સાથે સારી વાત થઇ છે.

ટ્રમ્પે કહ્યું કે મેં બે સારા મિત્રો પીએમ મોદી અને પીએમ ઇમરાન ખાન સાથે ટ્રેડ, રણનીતિક ભાગીદારી, અને સૌથી ખાસ વાત કાશ્મીરમાં તણાવને લઇ કરી છે. તેમણે ટ્વીટ કરી લખ્યું કે સ્થિતિ ‘કઠિન’ છે પરંતુ સારી વાત થઇ છે. વાતચીત દરમ્યાન ટ્રમ્પે ઇમરાનને જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર ભારતની વિરૂદ્ધ નિવેદનબાજી પર સંયમ વર્તવાની નસીહત આપી. વ્હાઇટ હાઉસે કહ્યું કે ટ્રમ્પે કાશ્મીર પર બંને દેશો સાથે તણાવ ઓછો કરવાનો આગ્રહ કર્યો. ટ્રમ્પની ઇમરાન ખાન સાથે સપ્તાહની અંદર આ બીજી વખત વાતચીત થઇ છે.

શુક્રવારે પણ થઇ હતી ઇમરાન-ટ્રમ્પ વચ્ચે વાત

આપને જણાવી દઇએ કે ગયા શુક્રવારના રોજ પણ ટ્રમ્પ અને ઇમરાનની વચ્ચે વાત થઇ હતી. આ વાત દરમ્યાન ઇમરાને ટ્રમ્પ સાથે કાશ્મીરના મુદ્દા પર વાત કરી હતી અને ક્ષેત્રીય શાંતિ પર તેના ખતરાને લઇ પાકિસ્તાનની ચિંતાથી અવગત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડાંક દિવસ પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ કાશ્મીરના મુદ્દા પર મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. જો કે ભારતે જમ્મુ-કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દો ગણાવતા તેના પર કોઇ મધ્યસ્થતાની કોશિષને નકારી દીધી હતી. ભારતના નિવેદન બાદ અમેરિકાએ પણ કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દો માન્યો.

મોદીએ નામ લીધા વગર ઇમરાન પર નિશાન સાંધ્યું

આપને જણાવી દઇએ કે ટ્રમ્પે સોમવારના રોજ પીએમ મોદી સાથે અડધો કલાક ફોન પર વાત કરી હતી. આ દરમ્યાન પીએમ મોદીએ પાકિસ્તાન સાથેના સંબંધોને લઇ નામ લીધા વગર ટ્રમ્પને કહ્યું કે કેટલાંક નેતાઓનું ભારતની વિરૂદ્ધ હિંસાનું વલણ શાંતિની પ્રક્રિયામાં અડચણરૂપ છે. તેમનો ઇશારો પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની તરફ હતો, જેમણે તાજેતરમાં જ ભારત વિરોધી કેટલાંય નિવેદન આપ્યા છે.

મોદી બોલ્યા- આતંક મુક્ત માહોલ જરૂરી

એટલું જ નહીં પીએમ મોદીએ ટ્રમ્પ સાથે વાતચીતમાં જોર આપતા કહ્યું કે ક્ષેત્રમાં શાંતિ માટે આતંક અને હિંસાથી મુકત માહોલ તૈયાર કરવો પડશે. આ સરહદ પાર આતંકવાદ પર લગામ લગાવ્યા વગર શકય નથી. પીએમ મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિને કહ્યું કે જો કોઇ દેશ શાંતિના એ રસ્તા પર ચાલે છે તો ભારત તેને સાથ આપવા માટે તત્પર છે. આ રસ્તા પરથી જ ગરીબી, અશિક્ષણ, અને બીમારીઓથી લડી શકાય છે.

પાકિસ્તાન એકલું અટલું પડ્યું

જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાન આખી દુનિયામાંથી સમર્થન એકત્ર કરવાની કોશિષ કરી રહ્યું છે પરંતુ તેને દરેક જગ્યાએ નિરાશા જ હાથ લાગી રહી છે. UNSCના બંધ રૂમમાં યોજાયેલ બેઠકમાં પણ તેને ચીન સિવાય કોઇનો સાથ મળ્યો નહીં. એટલે સુદ્ધાં કે અરબ દેશ પણ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને ભારતનો અંદરનો મુદ્દો ગણાવી રહ્યા છે. કાશ્મીર પર પાકિસ્તાનનું દરેક ષડયંત્ર ભારત નિષ્ફળ કરી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે આ મહિનાની શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય બાદ પાકિસ્તાન ગિન્નાયું અને ભારતની વિરૂદ્ધ પ્રોપેગેન્ડામાં વ્યસ્ત છે. એટલે સુદ્ધાં કે આ મુદ્દા પર પાકિસ્તાને ભારતની વિરૂદ્ધ સુદ્ધાં કરવાની ધમકી આપી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન