દરગાહ બ્લાસ્ટની પાછળ પાક સરકાર એક્શન મોડમાં, 37 આતંકીઓનો ખાત્મો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • દરગાહ બ્લાસ્ટની પાછળ પાક સરકાર એક્શન મોડમાં, 37 આતંકીઓનો ખાત્મો

દરગાહ બ્લાસ્ટની પાછળ પાક સરકાર એક્શન મોડમાં, 37 આતંકીઓનો ખાત્મો

 | 4:53 pm IST

પાકિસ્તાનના સિંધ પ્રાતના સેહવાન વિસ્તારમાં આવેલી લાલ શાહબાઝ કલંદર દરગાહની અંદર ગુરુવારે રાતે આઈએસઆઈએસના એક આત્મઘાતી હુમલાખોર દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં આશરે 100 લોકોના મોત થઈ ગયા અને અનેક લોકો ઘાયલ થઈ ગયા. લાલ સાઈ, ઝૂલે લાલ, મસ્ત કલંદરના નામોથી મશહૂર સૂફી લાલ શાહબાઝ કલંદરની દરગાહ પર એક આતંકીએ પહેલા હેન્ડગ્રેનેડ ફેંક્યો જ્યારે તે ન ફાટ્યો તો તેમણે પોતાને ઉડાવી દીધાં. પાકિસ્તાની અખબાર ડોન અનુસાર ફિદાયીન હુમલાઓ મહિલાઓ માટે અનામત રિઝર્વ વિસ્તારમાં થયો.

37 આતંકીનો ખાત્મો
પાકિસ્તાની મીડિયા અનુસાર આ હુમલા પછી ગુરુવારે રાતથી જ પાકિસ્તાન દ્વારા દેશભરમાં આતંકીઓ વિરુદ્ધ અભિયાન છેડવામાં આવ્યું. પાકિસ્તાન સિક્યુરિટી ફોર્સિસે 37 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો. પાકિસ્તાન સરકારના એક અધિકારી અનુસાર, ફેડલ અને પ્રોવિન્સની એજન્સીઓએ પોલીસની મદદથી એક મોટું અભિયાન શરૂ કરી દીધું. અનેક જગ્યાઓથી સંદિગ્ધોને એરેસ્ટ કરવામાં આવ્યા છે. પેરામિલિટ્રી ફોર્સ પાક રેન્જર્સે જણાવ્યું કે સિંધમાં રાતમાં જ 18, ખૈબર પખ્તૂનખ્વાહમાં પણ થયેલી કાર્યવાહીમાં 11 અને અનેક આતંકી માર્યા ગયા.

7 દિવસોની અંદર થયા 5 બ્લાસ્ટ
ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનમાં એક અઠવાડિયાની અંદર આ પાંચમો આતંકી હુમલો થયો છે. હુમલાખોરો સુનહરે ગેટથી દરગાહની અંદર દાખલ થયા અને પહેલા તેણે ગ્રેનેડ ફેક્યા પણ તે ફાટ્યા નહિં. વર્ષ 2005 પછી દેશભરની 25 દરગાહો પર આતંકી હુમલાઓ થઈ ચૂક્યા. હુમલાઓને નજરે જોનારાનું કહેવું છે કે અમારી જિંદગીમાં એવા દ્રશ્યો ક્યારેય જોયા નથી. એક પ્રત્યક્ષદર્શી બાકિર શેખે જણાવ્યું કે વિસ્ફોટના લગભગ 10 મિનિટ પછી જ્યારે તે દરગાહ પરિસરમાં પહોંચ્યા તો ત્યાં ચારેય તરફ તબાહીનો આલમ જોવા મળ્યો હતો. દરેક તરફ માનવ અંગો વેરવિખેર હાલતમાં જોવા મળ્યા હતા.

ક્યાં થયો બ્લાસ્ટ ?
કરાંચીથી 200 કિમી દૂર સહવાન શરીફ વિસ્તારમાં બ્લાસ્ટ થયો. અહિં પર માત્ર દરગાહ છે ત્યાંથી સૌથી નજીકની હોસ્પિટલ પણ 40 કિમીના અંતરે આવેલી છે. આ દરગાહ સિંધના ચીફ મિનિસ્ટર સૈયદ મુરાદ અલી શાહના વિસ્તારમાં આવેલી છે. હુમલા પછી પૂરા સિંધ પ્રાંતમાં આવેલી દરગાહો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

દરગાહ પર સૌનું જડેલા દરવાજા
શાહબાજ કલંદરની મજાર પર 1356 ઈસ્વીસનમાં દરગાહ બની હતી. ઈરાનના શાહ મહમ્મદ રજા પહલવીએ અહિં સોનાથી જડેલા દરવાજા લગાવ્યા હતા. ગુરુવારે અહિં શ્રદ્ધાળુઓની ભારી ભીડ હતી.

દમાદમ મસ્ત કલંદર
પાકિસ્તાન ભારત અને બાંગ્લાદેશમાં નૂરજહાં, નુસરત ફતેહ અલી, આબિદા પરવીન, સાબરી બ્રધર્સ. વડાલી બ્રધર્સ જેવાએ એની શાનમાં લાલ મેરી…. દમાદમ મસ્ત કલંદરને અવાજ આપ્યો હતો. અમીર ખુસરો માટે શબ્દોને બાબા બુલ્લેશાહે પણ અવાજ આપ્યો હતો.