After Domestic Violence AUS Cricketer Michael Slater arrested
  • Home
  • Sports
  • Cricket
  • ઘરેલુ હિંસા મામલે દિગ્ગજ ક્રિકેટરની ધરપકડ

ઘરેલુ હિંસા મામલે દિગ્ગજ ક્રિકેટરની ધરપકડ

 | 3:52 pm IST
  • Share

  • ઘરેલૂ હિંસામાં ક્રિકેટરની ધરપકડ
  • ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરની પોલીસે ધરપકડ કરી
  • માઇકલ સ્લેટરની ઘરેલૂ હિંસાના મામલે ધરપકડ

 

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર માઇકલ સ્લેટરની ઘરેલુ હિંસાના મામલે ધરપકડ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાઇ મીડિયાએ બુધવારે માહિતી આપી છે કે, સ્લેટરની ઘરેલુ હિંસાની ઘટના બાદ સિડનીમાં ધરપકડ કરવામાં આવી છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે.

ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે બુધવારે એક નિવેદનમાં કહ્યું,‘પૂર્વોત્તર ઉપનગરીય પોલીસ એરિયા કમાન્ડ સાથે જોડાયેલા અધિકારીઓને 12 ઓક્ટોબર 2021ના ​​રોજ કથિત ઘરેલુ હિંસાની માહિતી મળી હતી. પૂછપરછ બાદ બુધવાર સવારે 9.20 વાગ્યે મૈનલીના ઘરમાં ગઇ અને 51 વર્ષીય વ્યક્તિ સાથે વાતચીત કરી હતી. તેના પછી તેમની ધરપકડ કરીને મૈનલી પોલીસ સ્ટેશન લઇ ગઇ.’

સ્ટેલરને ગત મહિને ઓસ્ટ્રેલિયાઇ બ્રોડકાસ્ટર સેવન નેટવર્કની ક્રિકેટ કોમેન્ટ્રી ટીમથી હટાવી દેવાયો હતો. 51 વર્ષના સ્ટેલર આ વર્ષે મે મહિનામાં આઇપીએલ દરમિયાન સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન વિરૂદ્ધની ઉગ્ર બોલાચાલી બાદ ખુબ જ ચર્ચામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મોરિસનએ સ્લેટરના ટ્વીટને કામ વગરનું ગણાવ્યું હતું.

ડાબા હાથના સલામી બેટ્સમેન સ્લેટરએ કોમેન્ટ્રી કરતા પહેલા 1993થી 2001 દરમિયાન ઓસ્ટ્રેલિયામ માટે 74 ટેસ્ટ અને 42 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. સ્લેટરે ટેસ્ટ મેચમાં 42.83ની સરેરાશથી 5312 રન બનાવ્યા છે, જેમા 14 સદી અને 21 અડધી સદી સામેલ છે. ત્યાં જ 42 વન-ડે ઇન્ટરનેશનલ મેચોમાં તેના નામે 24.07ની સરેરાશથી 987 રન છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો