જમ્યા બાદ ચા પીવાથી થઇ શકે છે શરીરને નુકસાન - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • જમ્યા બાદ ચા પીવાથી થઇ શકે છે શરીરને નુકસાન

જમ્યા બાદ ચા પીવાથી થઇ શકે છે શરીરને નુકસાન

 | 2:42 am IST

તંદુરસ્તી તમારા હાથમાં: વિધિકા શાહ

ચા પીવાની સાથે જ મોટાભાગના લોકોની સવાર થતી હોય છે. ચા પીવાના શોખીન લોકો તો ચા પીવા માટે ક્યારેય સમય જોતા નથી, તેઓ તો જમતા પહેલા અને જમ્યા બાદ પણ ચા પીતા હોય છે. જમ્યા પહેલા કે જમ્યા બાદ તરત ચાનું સેવન કરવું સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. જમ્યા પહેલા કે બાદ તરત ચાનું સેવન કરવાથી પાચનશક્તિ નબળી પડી જાય છે, સાથે ખોરાકમાં હાજર પૌષ્ટિક તત્ત્વોની ગુણવત્તાને પણ ઘટાડી દે છે. સામાન્ય રીતે ખોરાક ખાધા બાદ ૪૫ મિનિટથી એક કલાક બાદ ચા પી શકાય.

ચા પીવાના રસીકોને અંદાજ નથી રહેતો કે તે કેટલી ચા પીતા હોય છે. પરંતુ જરૂર કરતાં વધારે પડતંુ ચાનું સેવન પણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, કારણ ચામાં કેફીન હોય છે, બ્લડપ્રેશરમાં વધારો કરે છે. આ ઉપરાંત કેફીનની માત્ર શરીરમાં કોર્ટિસોલ એટલે કે સ્ટેરોયડ હોર્મોન્સની માત્રામાં વધારો કરે છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ ઉત્પન્ન થાય છે, જેમાં હૃદય સંબંધિત બીમારી, ડાયાબિટીસ અને વજનમાં વધારો મુખ્ય છે. તેથી જો સામાન્ય કરતા વધારે પડતંુ ચાનંુ સેવન કરવામાં આવે તો તે નુકસાન કરે છે, આવો તેના વિશે વિગતે માહિતી મેળવીએ.

ખાવાની સાથે ચા પીવાથી

મોટાભાગના લોકોને ચાની સાથે નાસ્તો કરવાની ટેવ હોય છે, પરંતુ ચાની સાથે ખોરાકનું સેવન ન કરવું જોઇએ. કારણ કે ચાની સાથે જે પણ ખોરાક લઇએ છીએ તેમાં રહેલા દરેક પોષકતત્ત્વો શરીરને ગુણ નથી કરતા, પરંતુ તે તત્ત્વોમાં રહેલા ગુણો નાશ પામે છે. ચા અને કોફીમાં ટેનિન નામનો પદાર્થ રહેલો છે. જે ખનીજ તત્ત્વોમાં ખાસ કરીને આયર્નને શરીર પર ગણ કરવાથી રોકે છે.

જમ્યાના એક કલાક બાદ ચા પીઓ

જો તમને જમ્યા બાદ ચા કે કોફી પીવી હોય તો એક કલાક બાદ પીઓ, કારણ કે આયર્નને શરીર ઘણા અંશે અશોષિત કરી લે છે. પરંતુ તમે ચાની સાથે ખોરાક ખાસો તો શરીરમાં આયર્નની ઊણપ થઇ શકે છે. આયર્નની ઊણપથી એનિમિયા હોવાની સંભાવના વધારે રહે છે.

ચાના વધારે પડતા સેવનથી થતા નુકસાન

દિવસ દરમિયાન ત્રણ કપથી વધારે ચાનંુ સેવન કરવાથી એસિડિટી થઇ શકે છે.

ચાના વધારે સેવનથી આયર્ન એબ્જોર્બ કરવાની શક્તિમાં ક્ષમતાને ઓછી કરે છે.

ચા અને કોફીમાં કેફીન હોવાના કારણે સતત પીવાથી તેની લત લાગી જાય છે.

પાચનશક્તિ મંદ પડે છે.

મોડી રાતે ચા કે કોફીના સેવનથી ઊંઘમાં ઘટાડો થાય છે, અને લાંબાગાળે અનિદ્રાના દર્દી બની શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન