After eating in Ayurveda, not cold drinks but hot water advice, know why?
  • Home
  • Featured
  • જમતી વખતે આયુર્વેદમાં કોલ્ડ ડ્રિંક્સ પીવાની છે મનાઇ, પીઓ આ વસ્તુ

જમતી વખતે આયુર્વેદમાં કોલ્ડ ડ્રિંક્સ પીવાની છે મનાઇ, પીઓ આ વસ્તુ

 | 8:27 am IST

જમતી વખતે કોલ્ડડ્રિંક્સ પીવાની ટેવ એ આજકાલ લોકોની લાઇફસ્ટાઇલનો એક ભાગ છે. મોટાભાગે લોકોને ટેવ હોય છે કે તેઓ જ્યારે પણ બહાર જમવા જતા હોય છે ત્યારે કોલ્ડ ડ્રિંક પીવાનું વધારે પસંદ કરે છે. જો તમને પણ લંચ કે ડિનરની સાથે કોલ્ડ ડ્રિંક કે ઠંડાં પીણાં પીતા હોય, તો આ સ્ટોરી ખાસ તમારા માટે છે. શું તમે જાણો છો કે તમારી આ ટેવ તમારા માટે બહું ખતરનાક સાબિત થઈ શકે છે.

કદાચ તમને આ વાત માન્યામાં નહિં આવે પણ આપણા આયુર્વેદમાં આ વિશે ખાસ ઉલ્લેખ છે. તમારી ખાણીપીણીને તમારા સ્વાસ્થ્ય સાથે ગાઢ સંબંધ છે. આથી જ આયુર્વેદ આવી વાતો પર ભાર મૂકે છે જે તમારા સ્વાસ્થ્ય માટે સારી હોય. આયુર્વેદમાં પણ જમ્યા પછી ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. આજે અમે તમને જણાવીશું ખાવાની સાથે કોલ્ડ ડ્રિંક પીવાથી સ્વાસ્થ્ય પર તેની કેટલી ખરાબ અસર થાય છે.

કોલ્ડ્રિંક્સ પીવાથી થતી કરાબ અસરો :

– ઠંડી વસ્તું પાચન ક્રિયાને ધીમી કરી નાખે છે.
– ભોજનની સાથે ઠંડા પદાર્થ લેવું યોગ્ય નથી. તેનાથી પાચન શક્તિ પર ખરાબ અસર થાય છે.
– ખાવાની સાથે સોડા પીવાથી પેટમાં ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.
– ચાઈનીઝ ફૂડ ખાધા પછી ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે જેથી મેંદો આંતરડામાં ચોંટે નહી.
– કોલ્ડ ડ્રિક્સમાં ખાંડનું પ્રમાણ વધારે હોવાથી ડાયાબીટીસ જેવી બીમારીઓ જન્મ લે છે.
– આમ તો જમતી વખતે ક્યારે પણ કોલ્ડ ડ્રિંક ના પીવું જોઈએ. પણ જો તમે પીવા માંગતા હોય તો સારું એ રહેશે કે સાદું અથવા હુંફાળું પાણી પીવો.
– બને ત્યાં સુધી ઠંડા પીણાંથી દૂર રહેવું જોઈએ કારણ કે, તે પીવાથી શરીરમાં માત્ર ચરબી જ જમાં થાય છે.

આ પણ જુઓ : નિર્ભયા કેસને લઈ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી NEW

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન