After eating onion, comes from the mouth smell then this remedy
  • Home
  • Featured
  • ડુંગળી ખાધા પછી મોંમાંથી આવે છે દુર્ગંધ, તો કરો આ ઉપાય

ડુંગળી ખાધા પછી મોંમાંથી આવે છે દુર્ગંધ, તો કરો આ ઉપાય

 | 4:11 pm IST

ખાસ કરીને ડુંગળીનો ઉપયોગ સલાડ તરીકે કરવામાં આવે છે. એવામાં પણ ગરમીને કારણે લૂ ન લાગે તે માટે વધારે પ્રમાણમાં ડુંગળી ખાય છે. તો કોઇપણ ખાવાની વસ્તુમાં ડુંગળીનો ઉપયોગ તેનો સ્વાદ વધારી દે છે. સૌથી વધારે શાકભાજીઓમાં ડુંગળી નાખવામાં આવતી હોય છે અને ઘણાં લોકો તો કાચી ડુંગળીનું કચુંબર બનાવી ખાવાનું પસંદ કરતા હોય છે. જોકે, ડુંગળી ખાવાથી મોંમાંથી વાસ આવે છે જેના કારણે બીજી વ્યક્તિ સાથે વાત કરતા હોય છે ત્યારે તેને ઘણી મુશ્કેલી થતી હોય છે. આ કારણોસર ઘણાં લોકો ડુંગળીનું સેવન નથી કરતા. આમ, જો મોંમાંથી ડુંગળીની દુર્ગધ આવતી હોય તો તેને દુર કરવા માટે આપનાવો આ સહેલાથી ઉપચાર…

ફુદીનો

મોંમાંથી વાસને દુર કરવા માટે ફુદીનાના પાંદડાનો પણ ઉપયોગ કરી શકો છો. ડુંગળી ખાઇને ફુદીનાના 3-4 પાંદડા ખાઇ લો તો પછી મોંમાંથી વાસ નહી આવે.

રાઇ

મોંમાંથી વાસને દૂર કરવા માટે રાઇ પણ ખાઇ શકો છો. જ્યારે પણ ડુંગળી ખાવ તે પછી થોડી રાઇ ખાઇ ચાવીને કાઢી નાખવી.

ગાજર

જ્યારે પણ કચુંબરનું સેવન કરો તો તેની સાથે ગાજર પણ નાખો. ડુંગળી અને ગાજરનું સેવન કરવાથી મોમાંથી ડુંગળીની વાસ નહીં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન