congress working committee cwc meeting to discuss on congress defeat
  • Home
  • Election 2019
  • ‘હાર પે ચર્ચા’ કરવા કોંગ્રેસે બોલાવી CWC બેઠક, રાહુલ આપશે અધ્યક્ષ પદેથી રાજીનામું!

‘હાર પે ચર્ચા’ કરવા કોંગ્રેસે બોલાવી CWC બેઠક, રાહુલ આપશે અધ્યક્ષ પદેથી રાજીનામું!

 | 3:36 pm IST

લોકસભામાં કારમી હાર બાદ કોંગ્રેસે શા માટે હાર્યા એના પર મંથન કરવા માટે શનિવારે CWC બેઠક બોલાવી છે. રાજકીય સુત્રોનું કહેવું છે કે આ બેઠકમાં રાહુલ ગાંધી અધ્યક્ષ પદેથી રાજીનામું આપી શકે છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે આ બેઠકમાં મુખ્ય રીતે હારના કારણો પર ચર્ચા કરવામાં આવશે. એ કારણો પર પણ ચર્ચા થશે કે પાર્ટીને કઈ રીતે મજબુત બનાવી શકાશે. આ બેઠકમાં રાહુલ ગાંધી સિવાય સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રોબોર્ટ વાડ્રા અને સમિતિનાં અનેક અધ્યક્ષ પણ ભાગ લેવાનાં છે.

તો બીજી તરફ અમેઠીમાં મળેલી હાર બાદ જીલ્લાનાં અધ્યક્ષ યોગેન્દ્ર મિશ્રાએ હારની નૈતિક જવાબદારી લઈને રાજીનામું આપી દીધું. કોગ્રેસનાં યુપીનાં અધ્યક્ષ રાજબબ્બરે પણ નૈતિક જબાવદારી લઈને રાહુલ ગાંધીને પોતાનું રાજીનામુ મોકલી દીધું છે. યુપી કોંગ્રેસ પ્રવક્તા રાજીવ બક્શીએ જણાવ્યું કે રાજબબ્બરે રાહુલ ગાંધીને રાજીનામું મોકલી દીધું છે.

અમેઠી એકમનાં અધ્યક્ષ યોગેન્દ્ર મિશ્રાએ રાહુલ ગાંધીને મોકલેલ રાજીનામા પ્રમાણે વાત કરીએ તો તેમાં લખ્યું છે કે, હું લોકસભા ચૂંટણી 2019માં સંસદીય ક્ષેત્ર અમેઠીમાં કૉંગ્રેસને મળેલી હારની નૈતિક જવાબદારી લઈને જિલ્લા અધ્યક્ષ કોંગ્રેસ કમિટિ અમેઠી પદ પરથી રાજીનામું આપું છું. તો વળી ઓડિશા એકમથી અધ્યક્ષ નિરંજને લખ્યું કે, મે પણ ચૂંટણી લડી હતી. મને પાર્ટીએ એક જબાબદારી આપી હતી પરંતુ એ પૂરી રીતે નિભાવી ન શક્યો. જેના લીધે હારની નૈતિક જવાબદારી લઈને હું આ પદ પરથી રાજીનામું આપું છું. સાથે જ કર્ણાટક કોગ્રેસ સમિતિનાં અધ્યક્ષ એચ કે પાટિલે પણ રાહુલ ગાંધીને ચિઠ્ઠી લખીને કહ્યું કે, આ આપણા બધા માટે આત્મનિરિક્ષણનો વિષય છે. મને લાગે છે કે જીવાબદારી નિભાવવી એ મારી નૈતિક ફરજ છે માટે હું મારા પદ પરથી રાજીનામું આપું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન