After Facebook-Gmail Now Snapchat Down For A While
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Facebook-Gmail બાદ હવે Snapchatમાં પણ આવી પરેશાની

Facebook-Gmail બાદ હવે Snapchatમાં પણ આવી પરેશાની

 | 12:29 pm IST
  • Share

  • આ મહિને ઘણી સોશિયલ મીડિયા એપ સામે આવી પરેશાની

  • Snapchat પણ કેટલાક કલાકો માટે થઈ ઠપ્પ 

આ મહિને વિશ્વની અગ્રણી આઈટી કંપનીઓ સામે મોટી સમસ્યાઓ આવી રહી છે. પહેલા Facebook, Instagram, WhatsApp ઠપ્પ થયું હતું, એ પછી Gmail વાપરવામાં યુઝર્સને પરેશાની આવી અને હવે બુધવારે સાંજે પ્રખ્યાત સોશિયલ મીડિયા એપ Snapchat પણ આખા વિશ્વમાં બંધ થઈ હતી. આ સમય દરમિયાન, ઘણા યુઝર્સને સ્ટોરી અપડેટ્સ પોસ્ટ કરી શક્યા ન હતા કે ન તો મેસેજ મોકલી શક્યા હતા.

વિશ્વના ઘણા યુઝર્સને આવી પરેશાની

આ સંદર્ભમાં, Snapchatની પેરેન્ટ કંપની સ્નેપે ટ્વિટ કર્યું, ‘અમે જાણીએ છીએ કે કેટલાક સ્નેપચેટર્સને અત્યારે એપનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે – રાહ જુઓ, અમે તેને જોઈ રહ્યા છીએ!’

ડાઉન ડિટેક્ટર મુજબ, 41 ટકા લોકોને Snapchat વાપરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જયારે 27 ટકા યુઝર્સને ફોટો  અને વીડિયો શેર કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.

ઘણી પરેશાનીઓ પછી  Snapchat યુઝર્સે પણ તેમની સમસ્યાઓ ટ્વિટર પર શેર કરી. એક યુઝરે પોસ્ટ કર્યું, ‘દરેક વ્યક્તિ ટ્વિટર પર એ જોવા આવે છે કે આ માત્ર તેમના Snapchatનો જ બગ તો નથી ને.’

જોકે, પછી આ સમસ્યાનું સમાધાન પણ આવી ગયું હતું. કંપનીએ પોતે આ માહિતી ટ્વિટર પર શેર કરતા લખ્યું – ‘પ્રોબ્લેમ ફિક્સ્ડ! જો તમને હજુ પણ તકલીફ પડી રહી છે, તો મહેરબાની કરીને અમને જણાવો. હેપ્પી સ્નેપિંગ!’

જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં, મોટા પ્રમાણમાં થયેલા આઉટેજે ફેસબુકની માલિકીની બધી જ એપ્લિકેશનો કેટલાક કલાકો સુધી બંધ કરી દીધી હતી. લાખો યુઝર્સ પર આની ભારે અસર પડી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો