ફેસબુક બાદ હવે whatsapp પણ વધારે છે યુઝર્સની ચિંતા...! - Sandesh
  • Home
  • Technology
  • ફેસબુક બાદ હવે whatsapp પણ વધારે છે યુઝર્સની ચિંતા…!

ફેસબુક બાદ હવે whatsapp પણ વધારે છે યુઝર્સની ચિંતા…!

 | 4:27 pm IST

ફેસબુકના માલિકી વાળા વોટ્સએપે તેવા રીપોર્ટને ફગાવી દીધા છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે મેસેજને ટ્રેક કરવામાં આવે છે. વોટ્સએપે જણાવ્યું કે તે બહુ ઓછો ડેટા કલેક્ટ કરે છે અને બધા મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ થાય છે. અમુક રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વોટ્સએના યુઝર્સના ડેટા આ પ્લેટફોર્મ પર સિક્યોર નથી.

આ સિવાય વોટ્સએપના યુઝર્સ એગ્રીમેન્ટ પર પણ સવાલો ઉભા કર્યા હતા. તેઓ દાવો કરતા હતા કે આમાં અમુક એવા પ્રોવિઝન છે જેને કોઈ પણ ભૂલ માટે હલ થઇ શકશે નહિ.

ફેસબુક ડેટા વિવાદની શાહી હજુ સુકાય નથી કે વોટ્સએપે યુઝર્સની ચિંતા વધારી છે. એક રિપોર્ટ અનુસાર ફેસબુક ઉપરાંત વોટ્સએપ પણ યુઝર્સનો ડેટા કલેક્ટ કરે છે. એક વેબસાઈટના રિપોર્ટ અનુસાર આ બાબતે વિવાદ થતાં વોટ્સએપે પણ સ્વીકાર્યું છે કે તે યુઝર્સની થોડી-ઘણી માહિતી એકઠી કરે છે.

ડેટા સિક્યોરીટી મામલે ફેસબુકથી વોટ્સએપ પોતાને અલગ બતાવે છે. આ પાછળનું કારણ વોટ્સએપનું એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન ફીચર છે. જોકે, એક્સપર્ટનું કહેવું છે કે આ ફીચર ગ્રુપ ચેટ સમયે યુઝર્સ માટે સલામત નથી. હેકર્સ આ જ બાબતનો ફાયદો ઉઠાવી શકે છે અને યુઝર્સનો મહત્વનો ડેટા ચોરાઈ શકે છે.

જ્યારે યુઝર ગ્રુપ ચેટ કરે છે ત્યારે એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન અંગે વોટ્સએપ કોઈ જ સિક્યોરિટી આપતું નથી. ગ્રુપ ચેટ કરતાં સમયે હેકર્સ પ્રાઈવસીમાં દખલઅંદાજ કરી શકે છે એટલે કે ડેટા ચોરી શકે છે. રિસર્ચર્સે આ બાબતે દાવો કર્યો છે અને આ જ વાત યુઝર્સ માટે ચિંતાનો વિષય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન