After Getting Bail Raj Kundra Looks Shocking Pale And Week
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • જેલમાંથી બહાર નીકળ્યા બાદ બિચારા-બાપડાં જેવો જોવા મળ્યો રાજ કુન્દ્રા, રડમસ ચહેરો જોઈને દયા આવી જશે

જેલમાંથી બહાર નીકળ્યા બાદ બિચારા-બાપડાં જેવો જોવા મળ્યો રાજ કુન્દ્રા, રડમસ ચહેરો જોઈને દયા આવી જશે

 | 1:08 pm IST
  • Share

બિઝનેસમેન અને બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી કેસમાં જામીન મળી ગયા છે. 62 દિવસ પછી તે જેલમાંથી બહાર આવ્યો છે.પોર્ન ફિલ્મો બનાવવા અને તેને એક એપ્લિકેશન દ્વારા પબ્લિશ કરવાના ગંભીર આરોપો રાજ કુન્દ્રા પર લાગ્યા છે. 50,000 રૂપિયા ભર્યા બાદ રાજને જામીન મળ્યા. ત્યારે જેલમાંથી બહાર નીકળ્યા બાદ રાજની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. આ તસવીરોમાં રાજની હાલત જોઈને લોકો ચોંકી ગયા છે.

આ તસવીરોમાં રાજ કુન્દ્રા ખૂબ જ બિચારા-બાપડાં દેખાઈ રહયા છે. ઢીલાં કપડાં, નીચી આંખો, વિખેરાયેલા હોય એવા વાળ, હાથમાં પ્લાસ્ટિકની થેલી લઈને મીડિયા વચ્ચે રાજ કુન્દ્રા દેખાયો. તેના કપાળ પર કંકુનો ચાંદલો પણ કર્યો હતો, જોઈને એવું લાગ્યું કે જેલમાંથી બહાર આવતા જ સીધા ભગવાનના આશીર્વાદ લેવા ગયા હતા. આ સિવાય કારમાં બેઠેલા રાજ કુન્દ્રાની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. કેટલીક તસવીરો જોઈને ચિંકી ઉઠશો, તસવીરોમાં તે માથું પકડેલો પણ જોવા મળે છે. એની એવી હાલત થઇ ગઈ છે કે કદાચ પહેલા કોઈએ નહિ જોઈ હોય.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ તસવીરોમાં રાજ કુન્દ્રા શારીરિક રીતે ખૂબ નબળો દેખાઈ રહ્યો છે. મીડિયાને જવાબ આપવાનું ટાળીને પોતાના ઘર તરફ રવાના થયો. તેણે મીડિયાના એક પણ સવાલનો કોઈ જવાબ આપ્યો ન હતો.

જણાવી દઈએ કે, 19 જુલાઈના રોજ રાજ કુન્દ્રાની ધરપકડ થઇ હતી. આ કેસમાં શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ બાબત સાથે તેને કોઈ લેવાદેવા નથી. શિલ્પા શેટ્ટીએ પણ કહ્યું કે તેની પાસે આ વિશે કોઈ માહિતી પણ નથી. શિલ્પા શેટ્ટીની વાત કરીએ તો તેના પતિની ધરપકડ થઈ ત્યારથી શિલ્પા શેટ્ટી કુન્દ્રા ખૂબ હિંમતથી સમગ્ર પરિવારને સંભાળતી જોવા મળી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો