મનગમતું ખાતું મળી ગયા પછી નીતિન પટેલે માન્યો મહેસાણાનો આભાર, જાણો શું કહ્યું - Sandesh
  • Home
  • Gujarat
  • મનગમતું ખાતું મળી ગયા પછી નીતિન પટેલે માન્યો મહેસાણાનો આભાર, જાણો શું કહ્યું

મનગમતું ખાતું મળી ગયા પછી નીતિન પટેલે માન્યો મહેસાણાનો આભાર, જાણો શું કહ્યું

 | 9:49 am IST

મહેસાણાએ મને ઘણું આપ્યું છે હું સદાય આપનો ઋણી રહીશ, આ શબ્દો હતાં ચાર્જ લીધાં પછી નીતિન પટેલના. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે નાણાં વિભાગનો ચાર્જ લીધા બાદ સીધા જ પોતાના મત વિસ્તારમાં સમર્થકો, કાર્યકરો મળવા નીતિન પટેલ પહોંચી ગયા હતા.

ભાજપ હાઈકમાન્ડ દ્વારા કરાયેલ નિર્ણયને પગલે ગાંધીનગર ખાતે પોતાની ઓફિસમાં વિધિવત ચાર્જ લીધા બાદ નીતિન પટેલ સીધા જ પોતાના મત વિસ્તાર મહેસાણા ખાતે પોતાના સમર્થકો, કાર્યકરોને મળવા પહોંચ્યા હતાં. જ્યાં તેમનું ઢોલ નગારા સાથે ફડાકડા ફોડી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે તેમણે મહેસાણાવાસીઓએ આપેલા પ્રેમ માટે સદાય ઋણી રહેશેનું જણાવ્યું હતું.

ખાતાઓના વિભાજનને મામલે નીતિનભાઈને થયેલા અન્યાય બાદ ભાજપ હાઈકમાન્ડના નેતાઓએ નાયબ મુખ્યમંત્રીને નાણાખાતું પરત કરવાના કરાયેલા નિર્ણય બાદ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલની પોતાની ઓફિસ ખાતે વિધિવત ચાર્જ લીધા બાદ નીતિન પટેલ સીધા જ પોતાના મતવિસ્તાર એવા મહેસાણા ખાતે પોતાના સમર્થકો, કાર્યકરો-અગ્રણીઓને મળવા પહોંચ્યા હતાં. અહીં તેમનું ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ હવે ફટાડા ફોડી ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે નીતિનભાઈને આવકારવા વિજાપુરના ધારાસભ્ય રમણભાઈ પટેલ પહોંચ્યા હતાં. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ મહેસાણા પોતાના કાર્યાલયમાં પૂજા અર્ચના કરી તેમનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં પહોંચેલી જનમેદનીને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, મહેસાણાવાસીઓએ મને ઘણું બધું આવ્યું છે અને ખૂબ પ્રેમ આપ્યો છે. હું તેમનો સદાય ઋણી રહીશ વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મારી નારાજગી નહોતી પણ લાગણી હતી એ મેં મોવડીમંડળને પહોંચાડી હતી જે સ્વીકારીને મને નાણાં વિભાગની જવાબદારી આપી છે. ત્યારે આ તબક્કે મહેસાણા વાસીઓ માટે મારા ગાંધીનગર અને મહેસાણા કાર્યાલયના દરવાજા હંમેશ માટે ખુલ્લા રહેશે અને આગામી ૫ વર્ષમાં આનાથી પણ વધારે મહેસાણાને વિકસીત કરીને રાજ્યનો શ્રેષ્ઠ જિલ્લો બનાવવાની જવાબદારી મારી છે નું કહી તેમણે પોતાને સમર્થન આપનાર તમામ કાર્યકરો, અગ્રણીઓ, હોદ્દેદારોનો આભાર માન્યો હતો.