NIFTY 10,180.15 -44.80  |  SENSEX 32,924.73 +-108.83  |  USD 65.4700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • રિયાલિટી શોમાં ન્યૂડ થવાના ટાસ્કથી ચોંકી ગઈ મોડલ્સ, સાંભળીને જ રડી પડી

રિયાલિટી શોમાં ન્યૂડ થવાના ટાસ્કથી ચોંકી ગઈ મોડલ્સ, સાંભળીને જ રડી પડી

 | 3:18 pm IST

ઓસ્ટ્રીય નેકસ્ટ ટોપ મોડલ રિયાલિટી શોની ચર્ચા હાલ ચારેકોર ચાલી રહી છે. કારણ છે, તેમને આપવામાં આવેલું એક ટાસ્ક. જેમાં સ્પર્ધકોને ન્યૂડ ફોટોશૂટ કરવાનું કહેવામાં આવ્યું હતું. એટલુ જ નહિ, આ દરમિયાન પુરુષ મોડલ્સે પણ તેમને ટચ કરવાનું હતું. ટાસ્કની વચ્ચે જ એક મોડલ રડવા લાગી ગઈ હતી. જ્યારે કે, બાકીની સ્પર્ધકોનો ચહેરો પણ ડરમાં ફેરવાઈ ગયો હતો. આ કિસ્સો શોના આઠમા સીઝનના બીજા એપિસોડનો છે. ઘટના સાથે જોડાયેલ કેટલાક સીન યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલ પ્રોમો વીડિયોમાં પણ જોઈ શકાય છે. હાલ આ રિયાલિટી શો વિશે સોશિયલ મીડિયા પર પણ ચર્ચા થઈ રહી હતી, કારણ કે પહેલેથી જ કહેવાતું હતુ કે, આ વખતે સ્વીમ વેર કે લોન્જરીમાં મોડલ્સ નહિ દેખાય, પરંતુ ટાસ્કમાં તેમને ન્યૂડ થવું પડશે.

ફેસબુક યુઝર બ્રોની લેને આ વિવાદ પર લખ્યું કે, આ બાબત હકીકતમાં અપમાનજનક છે. પ્રોડ્યુસર્સને તરત સજા કરવી જોઈએ. આ મામલે જેન લૂઈસ નામની યુઝર્સે કહ્યું કે, ક્યારેય વિચાર્યું પણ ન હતું કે, તાકાતવાર લોકોની ચાલમાં આવી રીતે યુવાન યુવતીઓ આવી જશે, અને તેઓ આવી રીતે તેમના પર કન્ટ્રોલ રાખશે. હું હેરાન છું કે, પહેલીવાર કોઈ આવી રીતે જોઈને સ્વીકારી રહ્યું છે, જેથી તે લોકોની સામે ટીવી પર ચમકી શકે.

ન્યૂડ ફોટોશૂટના ટાસ્ક દરમિયાન મહિલા સ્પર્ધકોની સાથે અન્ય મોડલ (પુરુષ) અને ફોટોગ્રાફર પણ હાજર હતા. બાલ્કની પર પરફેક્ટ તસવીર ખેંચવા માટે તેમને માત્ર 15 મિનીટ આપવામાં આવ્યા હતા. અમેરિકન ટીવી પર્સનાલિટી અને વેપારી ટાયરા બૈંક્સે આ રિયાલિટી શોનું ડિરેક્શન કર્યું છે. હાલ આ શો 120થી વધુ દેશોમાં પ્રસારિત થઈ રહ્યો છે. શો જીતનારને એક મોડલિંગ કોન્ટ્રાક્ટ, કોસ્મેટિક કેમ્પેઈન અને ફેશન મેગેઝીનના ફ્રન્ટ પેજ પર ચમકવાનો મોકો મળે છે.