ટેસ્ટનો દરજ્જો મળ્યા બાદ આર્યલેન્ડ આ દેશ સામે રમશે પોતાની પહેલી ટેસ્ટ - Sandesh
NIFTY 10,842.85 +55.90  |  SENSEX 35,692.52 +209.05  |  USD 67.4800 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ટેસ્ટનો દરજ્જો મળ્યા બાદ આર્યલેન્ડ આ દેશ સામે રમશે પોતાની પહેલી ટેસ્ટ

ટેસ્ટનો દરજ્જો મળ્યા બાદ આર્યલેન્ડ આ દેશ સામે રમશે પોતાની પહેલી ટેસ્ટ

 | 4:50 pm IST

આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની એક બેઠકમાં થયેલ કરાર હેઠળ આર્યલેન્ડ પોતાની પહેલી ટેસ્ટ મેચ આવતા વર્ષ મે 2018માં પાકિસ્તાન વિરૂદ્ધ રમશે. આર્યલેન્ડને આ વર્ષ 22 જૂને આફઘાનિસ્તાન સાથે ટેસ્ટ ટીમનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.

આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વોરેન ડેટ્રોમે જણાવ્યું હતું કે અમે આવતા વર્ષે અમારા પ્રથમ ટેસ્ટ મેચ માટે પાકિસ્તાનને આવકારવા તૈયાર છીએ. અમારી ઇચ્છા હતી કે અમે અમારા ચાહકો સામે એક ટેસ્ટ ફોર્મેટ કરીએ. અમે એક મોટી ટીમ સામે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કરવા તૈયાર છીએ. “

પાકિસ્તાન આગામી વર્ષે આયર્લેન્ડ સામે ટેસ્ટ મેચ બાદ મે મહિનામાં ઇંગ્લેન્ડ સામે બે ટેસ્ટ મેચ રમશે. આયર્લેન્ડ સામે થનાર ટેસ્ટ મેચની તારીખ અને ઇવેન્ટનું સ્થળ પાછળથી જાહેર કરવામાં આવશે.

ડ્યુટ્રોમે કહ્યું કે “હવેથી અમારે ઘણું બધું કામ કરવું પડશે જેથી અમે આ ટેસ્ટ મેચને યાદગાર બનાવી શકીએ. મને ખાતરી છે કે અમારા ખેલાડીઓ અને ચાહકો આતુરતાથી આ દિવસની રાહ જોશે.”

છેલ્લા થોડા વર્ષોથી અફઘાનિસ્તાન અને આયર્લેન્ડનું પ્રદર્શન સારૂ રહ્યું હતું, અને બંને ટીમો ટેસ્ટ માટે સૌથી પ્રબળ દાવેદાર હતી. આ બન્ને ટીમો પહેલા ટેસ્ટનો દરજ્જો મેળનાર અંતિમ ટીમ બાંગ્લાદેશની હતી. વર્ષ 2000માં બાંગ્લાદેશને આઈસીસી તરફથી ટેસ્ટ રમવાનો દરજ્જો આપવામાં આવ્યો હતો.