USમાં મૃત મળેલા એન્જિનિયરની પત્નીએ કરી આત્મહત્યાની કોશિશ - Sandesh
  • Home
  • NRI
  • USમાં મૃત મળેલા એન્જિનિયરની પત્નીએ કરી આત્મહત્યાની કોશિશ

USમાં મૃત મળેલા એન્જિનિયરની પત્નીએ કરી આત્મહત્યાની કોશિશ

 | 2:40 pm IST

ચાર એપ્રિલના દિવસે અમેરિકાના સિએટલમાં ભારતીય મૂળના એન્જિનિયર મધુકર રેડ્ડી ગુડુરે આત્મહત્યા કર્યા પછી તેમની પત્ની સ્વાતિએ હૈદરાબાદમાં આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. સ્વાતિ પોતાના પરિવારની સાથે કુઠાપેટમાં રહે છે. શુક્રવારે સ્વાતિએ ઘરમાં રાખેલા બાથરૂમ સાફ કરવાના પ્રવાહી પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, સમયસર સ્વાતિને હોસ્પિટલ લઇ જવામાં આવતા તેનો જીવ બચી ગયો હતો.

Software-Engineer wife suicide

જોકે, સ્વાતિએ આત્મહત્યા કરવા પાછળ પોતાના સાસરીવાળાને ગુનેગાર ઠેરવ્યા હતા. પરિવારનું કહેવું છે કે સ્વાતિના સાસરીપક્ષના લોકો આઠ દિવસથી તેને હેરાન કરતા હતા. જેના કારણે તેણે પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. સ્વાતિની માતાના જણાવ્યા પ્રમાણે લગ્ન પછી સ્વાતિ અને મધુકર સીએટલ સિફ્ટ થઈ ગયા હતા. મધુકરે આત્મહત્યા કર્યા પછી સ્વાતિના સાસરીવાળા તેના પર આરોપ મુકતા હતા. તેમના પુત્રએ સ્વાતિના કારણે આત્મહત્યા કરી હતી. આ બધી વાતથી હેરાન થઈને સ્વાતિ પોતાના ઘરે આવી ગઈ હતી. 11 એપ્રિલે જ્યારે મધુકરની અંતિમ સંસ્કાર વિધિ માટે સ્વાતિ ભૌંગીર પોતાના સાસરી પહોંચી ત્યારે સાસરીયાએ તેને મધુકરની મોત માટે જવાબદાર ઠેરવી ત્યાંથી જતા રહેવા માટે કહ્યું હતું.

Swati1

આ બધાથી પરેશાન સ્વાતિએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે, તેના ઉપર ખોટો આરોપ મુકવામાં આવી રહ્યો છે. આંતરીક કલેહના કારણે મધુકરે આત્મહત્યા કરી હતી. સ્વાતિએ કહ્યું હતું કે તેમના પતિને કામ સાથે સંકળાયેલી કેટલીક સમસ્યાઓ હતી જેના કારણે તે તણાવમાં આવી આત્મહત્યા કરી હતી. આ સાથે સ્વાતિએ પોલીસ સુરક્ષાની માંગણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે મધુકર રેડ્ડીની લાશ યુએસ સ્થિત સીએટલના ઘરમાં પંખા સાથે લટકેલી હાલતમાં મળી હતી. આત્મહત્યા કરતા પહેલા મધુકરે પોતાના માતા-પિતાને ઇમેઇલ દ્વારા આત્મહત્યા કરવા માટે માફ કરવા જાણ કરી હતી. 2010થી મધુકર અમેરિકામાં રહેતા હતા. મધુકર અને સ્વાતિને સાત વર્ષની એક પુત્રી પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન