Economy-Business: after inflation loan strike on Pakistan
  • Home
  • Business
  • પાકિસ્તાન ઉપર મોંઘવારી બાદ હવે થઇ “લોન સ્ટ્રાઇક”, જાણો કઇ રીતે

પાકિસ્તાન ઉપર મોંઘવારી બાદ હવે થઇ “લોન સ્ટ્રાઇક”, જાણો કઇ રીતે

 | 10:31 am IST

આર્થિક સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાનની નાણાકીય સ્થિતિ દિવસે દિવસે વધુ ખરાબ થઈ રહી છે. સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન (એસબીપી) ના તાજેતરના આંકડા પ્રમાણે આ નાણાકીય વર્ષ જુલાઇ-માર્ચ ગાળા દરમિયાન દેશના કુલ દેવામાં આશરે 5.2 ટ્રિલિયન રૂપિયાનો વધારો થયો છે. જે જૂન 2018 ના દેવા કરતાં 18 ટકા વધારે છે.

અર્થવ્યવસ્થાની બરાબર પહોંચ્યું દેવું:
પાકિસ્તાનનું દેવું અર્થતંત્રના સમાન બન્યું છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન સરકારની ચિંતા વધી છે. ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનના દેવા અને ચૂકવણીમાં 35 ટ્રિલિયન રૂપિયા (પાકિસ્તાની ચલણ) નો વધારો થયો છે, જે પાકિસ્તાનના અર્થવ્યવસ્થાની સમાન છે.

પાકિસ્તાનમાં પ્રત્યેક વ્યક્તિને રૂ. 1.59 લાખનું દેવું:
પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP)ના જણાવ્યા પ્રમાણે માર્ચ 2019 સુધી પાકિસ્તાનની ઉપર લગભગ 105 અબજ ડોલર વિદેશી દેવું અને ચૂકવણીઓ છે. નાણાકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં પાકિસ્તાનના વિદેશી દેવામાં 10 અબજ ડોલરનો વધારો થયો છે. ડિસેમ્બર 2018 માં, પાકિસ્તાનનું કુલ વિદેશી દેવું અને ચૂકવણી 99 અજબ ડોલર હતી. જો કે, જાન્યુઆરીથી માર્ચ 2019 સુધીમાં દેવું 100 અબજ ડોલરની સપાટીએ પહોંચી ગયું છે. પાકિસ્તાનનું કુલ દેવું તેના જીડીપીના 91.2 ટકા જેટલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન