NIFTY 10,322.25 +56.60  |  SENSEX 33,455.79 +205.49  |  USD 64.3600 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • PAASના ચાર કન્વીનરોને ટિકિટ અપાતા ખટરાગ, ભરતસિંહના ઘરે હોબાળો

PAASના ચાર કન્વીનરોને ટિકિટ અપાતા ખટરાગ, ભરતસિંહના ઘરે હોબાળો

 | 12:16 am IST

કોંગ્રેસ પોતાનું પ્રથમ લિસ્ટ જાહેર કરતા પાસના ત્રણ સભ્યોને ટિકિટ આપવામાં આવી છે જેના પગલે પાસમાં આક્રોશ છે. સુરતમાં ટિકિટ મળતા કરતી ઉજવણી દરમિયાન જ પાસ અને કોંગ્રેસ વચ્ચે હોબાળો મચી ગયો છે. મારામારી અને તોડફોડના દ્રશ્યો સર્જાયા છે. સુરત, અમદાવાદ આ ઉપરાંત ભાવનગરમાં પણ પાસ દ્વારા વિરોધ દર્શાવવામા આવી રહ્યો છે. ભાવનગરમાં કોંગ્રેસના અને ખાસ કરીને ભરતસિંહના પૂતળા દહન કરવામા આવ્યા છે. જ્યાં સુધી અનામત આપવામાં ન આવે ત્યાં સુધી ટિકિટ પણ ન આપી જોઈએ તેવો મત દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો હતો.

પાસના સુત્રોનું કહેવુ છે કે લલિત વસોયા પાસની મંજુરી વગર ઉમેદવારી નહિ કરી શકે. બાંભણિયાએ પણ પાસના સભ્યોને કહ્યું છે કે, ” આવતી કાલે પાસના ઉમેદવારો નામાંકન ન ભરે. અમને વિશ્વાસમાં લીધા વગર જ કોંગ્રેસે નિર્ણય લીધો છે. બાંભણિયાએ કહ્યું હતું કે ભરતસિંહ ગુમ થઈ ગયા છે. અમારે અનામતના મુદ્દે ક્યાં રજૂઆત કરવી, અમે એટલું ઈચ્છીએ છીએ કે કોંગ્રેસે સારા માણસોને ટિકિટ આપવી જોઈએ. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીને મળીને ભરતસિંહને હાજર કરવામાં આવે તેવી માગણી કરી હતી.”

પાસના કાર્યકરો ભરતસિંહના ઘરે પહોચ્યા હતા. ભરતસિંહ સાથે ટેલિફોનિક સંપર્ક ન થતાં પાસના સભ્યો ભરતસિંહના ઘરે ધસી ગયા છે. ભરતસિંહના ઘરે માહોલ ગરમાયો છે. પાસ કન્વીનર દિનેશ બાંભણિયા, મોરબીની ટીમ તેમજ સુરતની ટીમે ભરતસિિંહના ઘર પાસે ધામા નાખ્યા છે. પાસ કન્વીનરોએ જણાવ્યું છે કે તેમની માંગણી છે કે પાસના કન્વીનરને ટિકિટ આપી છે તેનો વિરોધ નથી. પણ કોંગ્રેસે કેટલાંક લુખ્ખા તત્ત્વોને ટિકિટ આપી છે તેને લઈને વિવાદ થયો છે. જ્યાં સુધી અનામતનો મુદ્દો ક્લિયર ન થાય ત્યાં સુધી પાસના કન્વીનરોએ ફોર્મ ન ભરવુ. અમને વિશ્વાસમાં લીધા વગર ટિકિટ આપી છે તેનો વિરોધ છે. તેમણે વધુંમાં કહ્યું હતું કે અમે ભરતસિંહના પીએને વાત કરી છે હવે જોવાનું એ રહે છે કે આગળ શું થાય છે.

ઉલ્લેખનિય છે કે પાસના ત્રણ સભ્યો લલિત વસોયા ને ધોરાજી ઉપરાંત બેઠક પરથી, અમિતને જુનાગઢ બેઠક પરથી જ્યારે નિલેશ કુંભાણીને સુરતની કામરેજ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

સુરતમાં  કામરેજ બેઠક પરથી નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે. તેવી જ રીતે સુરતમાં કતારગામમાં અને પ્રફુલ્લ તોગડિયાને ત્યાં હોબાળો મચી ગયો છે. પાસના કાર્યકરોએ સુરતમાં આ બંને સ્થળોએ તોડફોડ કરીને હંગામો મચાવી દીધો હતો. આ ઉપરાત પ્રફુલ્લ તોગડિયાને ત્યાં મચેલી ધમાલમાં પાસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. મામલો બિચક્યો હતો. સુરતમાં માહોલ ગરમાયો છે.

આ ઉપરાંત અમદાવાદમાં ભરતસિંહ સોલંકીના ઘર બહાર પાસના આગેવાનોએ જમાવડો કર્યો છે. જયારે ઠાકોર આગેવાનો પણ પહોંચ્યા છે.

હિંમતસિંહ પટેલ  દરમિયાનગીરી કરવા પહોંચી ગયા હતા. મધ્યસ્થી કરવાની કોશીશ કરી હતી. મનીષ દોશીએ પણ કહ્યું હતું કે જે કાંઈ અસંતોષ છે તે દૂર કરવામાં આવશે. પાસના સભ્યો હાલ શાંતિ રાખે.

આ ઉપરાંત અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર પણ હોબાળો જોવા મળી રહ્યો છે. આ બનાવને પગલે પોલીસ કાફલો ધસી ગયો છે. સ્થિતિને કાબુમાં લેવા પ્રયત્ન કરવામા આવી રહ્યાં છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓને કોંગ્રેસ કાર્યાલય ખાતે બોલાવવાની ફરજ પડી હતી.  કોંગ્રેસની મેઈન જાળી બંધ કરી દેવાયી છે.

પાસ કન્વીનરો દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથિરિયાએ  ભરતસિંહના ઘર પાસે જમાવડો કર્યો છે.  દરમિયાન પોલીસે સિવિલ ડ્રેસમાં આવીને તેમની સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ કરતાં પાસ અને પોલીસ અધિકારી હાથે માથાકૂટ થતાં પોલીસે દિનેશ બાંભણિયાની અટકાયત કરી હતી. પણ જો કે  થોડી જ વારમાં તેમને છોડી દીંધા હતા.

પાસના નેતાઓનું કહેવું છે કે પોલીસ દારૂ પીને અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને કાંઠલો જાલવાની કોશિશ કરતાં તેમણે અધિકારીને માપમાં રહેવા જણાવ્યું હતું. દરમિયાન દિનેશ બાંભણિયા અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. વર્દી વગરના પોલીસ અધિકારી આવ્યા હોવાનું અને તેમની સાથે ગુંડાગર્દી કરી રહ્યાં હોવાનું પણતેમણે જણાવ્યું હતું, જો કે દિનેશ બાંભણિયાનું કહેવું છે કે અમે અહિં કોઈ મારામારી કરવા નથી આવ્યા. અમે વાત કરવા આવ્યા છીએ. જો કે પોલીસ અધિકારી જે બી પટેલે તેમને જે કાંઈ કરવું હોય તે શાંતિથી કરવા જણાવ્યું હતું. દરમિયાન દિનેશ બાંભણિયાએને કોઈનો ફોન આવ્યો હતો. જેમાં તેમણે પોલીસ ભાજપને ઈશારે પરેશાન કરતી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

જો કે દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે જ્યાં સુધી ભરતસિંહ મળવા નહિં આવે ત્યાં સુધી પાસ કાર્યકરો ત્યાં જ રહેશે. આવતીકાલે સોમવારે પણ વિરોધ કરવામાં આવશે.

એક એવી પણ વાત ઉઠી છે કે પાસ આંદોલનકારીઓને ટિકિટ આપવામાં આવે અને પાસ દ્વારાજ વિરોધ કરવામાં આવે, તે કેવું ?

દરમિયાન દિનેશ બાંભણિયા વિરુદ્ધ પાસ નેતા અતુલ પટેલે પણ મોરચો ખોલ્યો હતો. પાસમાં ઉભી ત્રણ ફૂટ પડી છે. તેમણે કહ્યું હતું કે અમે દિનેશ બાંભણિયાના કૃત્યને વખોડીએ છીએ. તેમ અતુલ પટેલે કહ્યું હતું.

નરેન્દ્ર પટેલે પણ દિનેશ બાંભણિયાની વર્તણૂકને વખોડી હતી.  ત્યાર પછિ દિનેશ બાંભણિયા સ્થાન છોડી ગયા હતા. દરમિયાન હાર્દિક પટેલના ઘરે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તરઘડીના નિવાસસ્થાને પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.