After Kapil Sibal Ghulam Nabi Azad Attack On Congress Party
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કૉંગ્રેસમાં ભડકો, કપિલ સિબ્બલ બાદ હવે વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પણ પાર્ટી પર કર્યો પ્રહાર

કૉંગ્રેસમાં ભડકો, કપિલ સિબ્બલ બાદ હવે વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પણ પાર્ટી પર કર્યો પ્રહાર

 | 7:34 pm IST
  • Share

કૉંગ્રેસ (Congress)માં આંતરિક વિખવાદ હવે ખુલીને સામે આવી રહ્યો છે. બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election) બાદથી જ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ખુલીને કૉંગ્રેસની લીડરશિપ (Leadership) પર પ્રશ્ન ઊઠાવી રહ્યા છે. કપિલ સિબ્બલે (Kapil Sibal) જ્યારે ખુલીને આનો વિરોધ કર્યો તો લોકસભામાં કૉંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury) અને રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત જેવા દિગ્ગજ નેતાઓએ સિબ્બલને આડેહાથ લીધા. જોકે હવે ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad) કૉંગ્રેસ પાર્ટી પર પ્રહાર કર્યા છે.

પાર્ટી આટલા લાંબા સમય સુધી અધ્યક્ષ વગર કઈ રીતે રહી શકે?

ગુલામ નબી આઝાદે કહ્યું છે કે, અમારા લોકોનું બ્લોક સ્તર પર, જિલ્લા સ્તર પર લોકોની સાથે કનેક્શન તૂટી ગયું છે. જ્યારે કોઈ પદાધિકારી અમારી પાર્ટીમાં બને છે તો એ લેટર પેડ છાપી દે છે, વિઝિટિંગ કાર્ડ બનાવી દે છે, એ સમજી લે છે કે બસ મારું કામ ખત્મ થઈ ગયું. કામ તો એ સમયથી શરૂ થવું જોઇએ. આ પહેલા કપિલ સિબ્બલે કહ્યું હતુ કે, “મુશ્કેલી એ છે કે રાહુલ ગાંધી દોઢ વર્ષ પહેલા એ વાત સ્પષ્ટ કરી ચુક્યા છે કે તેઓ હવે કૉંગ્રેસના અધ્યક્ષ બનવા નથી ઇચ્છતા. તેમણે એ પણ કહ્યું હતુ કે, હું નથી ઇચ્છતો કે ગાંધી પરિવારનો કોઈ પણ વ્યક્તિ એ પદ પર બિરાજે. આ વાતને દોઢ વર્ષ વીતી ગયા બાદ હું પૂછુ છું કે કોઈ રાષ્ટ્રીય પાર્ટી આટલા લાંબા સમય સુધી પોતાના અધ્યક્ષ વગર કેવી રીતે કામ કરી શકે છે?”

કાર્યકર્તાઓ પોતાની સમસ્યા લઇને કોની પાસે જાય?

સિબ્બલે કહ્યું કે, “મે પાર્ટીની અંદર અવાજ ઊઠાવ્યો હતો. અમે ઑગષ્ટમાં ચિઠ્ઠી પણ લખી, પરંતુ કોઈએ અમારી સાથે વાત ના કરી. હું જાણવા ઇચ્છુ છું કે દોઢ વર્ષ બાદ પણ અમારો અધ્યક્ષ કેમ નથી? કાર્યકર્તાઓ પોતાની સમસ્યા લઇને કોની પાસે જાય? સુપ્રીમ કૉર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, તેમણે જુલાઈમાં સંસદીય સમૂહની મીટિંગમાં આ મુદ્દો ઊઠાવ્યો હતો. ત્યારબાદ 23 નેતાઓએ ઑગષ્ટમાં કૉંગ્રેસ પ્રેસિડેન્ટને ચિઠ્ઠી લખી, પરંતુ કોઈ ચર્ચા ના થઈ. અમારો કોઈએ સંપર્ક ના કર્યો.

ગેહલોત કપિલ સિબ્બલ પર ભડક્યા હતા

સિબ્બલે બિહાર વિધાનસભા ચૂંટણી અને કેટલાક રાજ્યોમાં પેટા-ચૂંટણીમાં કૉંગ્રેસના અત્યંત ખરાબ પ્રદર્શનનો મુદ્દો ઊઠાવ્યો તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, લોકસભામાં કૉંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરી અને દિલ્હી કૉંગ્રેસ પ્રમુખ અનિલ ચૌધરીએ પ્રહાર કર્યા. ગેહલોતે ટ્વીટ કર્યું હતુ કે, ‘કપિલ સિબ્બલે અમારા આંતરિક મુદ્દાઓને મીડિયામાં ચર્ચા કરવાની જરૂરિયાત નથી. આનાથી દેશભરમાં પાર્ટી કાર્યકર્તાઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.’

આ વિડીયો પણ જુઓ: ગુજરાત પુરવઠા વિભાગનો મહત્વનો નિર્ણય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન