સુરતઃ અપહરણ બાદ બાળકીને ફાંસો આપી કરાઈ હત્યા, લટકતી મળી લાશ - Sandesh
NIFTY 11,450.00 +60.55  |  SENSEX 37,887.56 +221.76  |  USD 68.6575 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતઃ અપહરણ બાદ બાળકીને ફાંસો આપી કરાઈ હત્યા, લટકતી મળી લાશ

સુરતઃ અપહરણ બાદ બાળકીને ફાંસો આપી કરાઈ હત્યા, લટકતી મળી લાશ

 | 7:36 pm IST

સુરતના ચલથાણ ગામે રહેતા એક પરપ્રાંતીય પરિવારની માસૂમ બાળકી સોમવારે મોડી સાંજના સુમારે તેમના મકાનની આગળ રમી રહી હતી. ત્યારે કોઇ અજાણ્યા ઇસમે પોતાનો બદઇરાદો પાર પાડવા તેનું અપહરણ કરી ગયો હતો. ત્યારબાદ સવારના સુમારે તે બાળકીના લાશ એક ખેતરના ઝાડ સાથે ફાંસો આપેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પલસાણા તાલુકાના ચલથાણ ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી જેઓ ડ્રાઇવિંગનો ધંધો કરે છે. જોકે સોમવાર સાંજના સુમારે તેઓ ધંધા પરથી ઘરે આવ્યા ત્યારે તેમની ૬ વર્ષની દીકરી સુમન (નામ બદલ્યું છે) ઘરમાં જ હતી. ત્યારબાદ તે મકાનની આગળના ભાગે રમતી હતી. તે દરમિયાન કોઇ અજાણ્યા ઇસમે પોતાનો બદઇરાદો પાર પાડવા માટે ૬ વર્ષની માસૂમ બાળકીને લલચાવી-ફોસલાવીને તેનંુ અપહરણ કર્યુ હતું.

દીકરી સુમનને લેવા તેના પિતા ઘરની બહાર આવતાં સુમન ન મળતાં આસપાસના વિસ્તાર તેમજ ચલથાણ ગામમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ સુમનનો ક્યાંય પત્તો ન લાગતાં અંતે તેઓએ આ અંગે કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સવારના સુમારે સુમનની લાશ વાંકાનેડા ગામની સીમના એક ખેતરના શેઢા પર આવેલા નીલગીરીના ઝાડ સાથે તેણીના જ પાયજામા વડે ગળે ફાંસો આપી કોઇ નરાધમ નાસી છૂટયો હતો. ત્યારે આ અંગે કડોદરા પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ કરી હતી. ત્યારે બાદ ડોક્ટરને બોલાવી બાળકી ઉપર કોઇ નરાધમે દુષ્કૃત્ય કર્યું છે કે કેમ તેની તપાસ પણ પોલીસે કરાવી હતી.

પરંતુ પ્રાથમિક તપાસમાં ફક્ત હત્યા કરી હોવાનું જણાઇ આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી બાળકીના મૃતદેહને ફોરેન્સી પી.એમ. માટે સુરત સિવિલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. ત્યારે માસૂમ બાળકી પર આ પ્રકારનો અત્યાચાર થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.