After Hardik And Rahul, Video Of Ranveer Singh Viral From Coffee With Karan
  • Home
  • Entertainment
  • Bollywood
  • પંડ્યા-રાહુલ વિવાદ બાદ હવે ભરાયો રણવીર સિંહ, ‘ગંદી બાત’નો વિડીયો આવ્યો સામે

પંડ્યા-રાહુલ વિવાદ બાદ હવે ભરાયો રણવીર સિંહ, ‘ગંદી બાત’નો વિડીયો આવ્યો સામે

 | 5:03 pm IST

‘કૉફી વિથ કરણ’માં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પહોંચ્યા હતા. આ શૉ દરમિયાન હાર્દિક પંડ્યાનાં કેટલાક નિવેદનો પર હંગામો મચી ગયો છે. બંને ક્રિકેટરોને તપાસ થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ દરમિયાન ‘કૉફી વિથ કરણ’નો એક જુનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રણવીર સિંહ મહેમાન તરીકે જોવા મળી રહ્યો છે. વિડીયોમાં રણવીર સિંહ જે પ્રકારની વાતો કરી રહ્યો છે તેની તુલના હાર્દિક પંડ્યાનાં નિવેદન સાથે કરવામાં આવી રહી છે.

વિડીયોમાં રણવીર ઘણી જ બોલ્ડ વાતો કરી રહ્યો છે

‘કૉફી વિથ કરણ’નો આ જુનો વિડીયો છે. આ વિડીયોમાં રણવીર સિંહ સાથે અનુષ્કા શર્મા પણ આવેલી જોઇ શકાય છે. વિડીયોમાં જોઇ શકાય છે કે રણવીર ઘણી જ બોલ્ડ વાતો કરી રહ્યો છે. તે અનુષ્કા માટે પણ કેટલીક વાતો કહે છે. અભિનેત્રીને આ વાત ઑકવર્ડ પણ લાગે છે અને તે રણવીરને આ પ્રકારની વાતો ના કરવાનું કહે છે. આ દરમિયાન કરણ જોહરનાં એક્સપ્રેશન્સને લઇને પણ કૉમેન્ટ કરવામાં આવે છે.

રણવીર સિંહે માંગી હતી માફી

રણવીર ફક્ત અનુષ્કા વિશે જ નહીં, પરંતુ કરીના કપૂર વિશે પણ વાત કરે છે. કરીના વિશે તેણે કહ્યું કે, “એક બાળકથી છોકરો બન્યો ત્યાં સુધી કરીનાને જોતો આવ્યો છું.” આ કૉમેન્ટ પર અનુષ્કા અને કરણ તેને ડર્ટી બૉય કહે છે. આ વિડીયોને લઇને અત્યારે રણવીર સિંહ ટ્રોલ થઈ રહ્યો છે. જો કે રણવીર સિંહનો એક બીજો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તે ‘કૉફી વિથ કરણ સીઝન-4’માં આવેલો છે. આ વિડીયોમાં તે ગત સીઝનમાં તેણે કહેલી વાતો પર માફી માંગી રહ્યો છે. તે કહે છે કે, “મને ખબર નહોતી કે ઑન એયર કઇ રીતે વાતો કરવામાં આવે છે. હું તે સમયે બિલકુલ નવો હતો.” આ ઉપરાંત એક ઇન્ટરવ્યૂમાં પણ રણવીર માફી માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન